Advertisement

ઓ બાપ રે! ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આ બે મુખ્ય કલાકારોની તબિયત લથડી, કેન્સલ કરાયુ શૉનું શુટિંગ

03:30 PM Sep 07, 2021 | Bansari |
Advertisement

GSTV

તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉના સેટ પરથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. શૉના બે પ્રમુખ કલાકાર બીમાર પડી ગયા છે, જેના કારણે શૉનું શુટિંગ કેન્સલ કરી દેવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, શૉમાં માસ્ટર ભિડેનું કિરદાર નિભાવી રહેલા મંદાર ચંદવાકર અને ટપ્પુનો રોલ નિભાવનાર રાજ બિમાર પડી ગયા છે. બંને મુખ્ય કિરદારોના બીમાર પડવાના કારણે અસિત મોદીની ટીમે શુટિંગ શરૂ થવાના થોડા સમય પહેલા જ શુટિંગ કેન્સલ કરી દીધું.

રિપોર્ટ અનુસાર, મંદાર ચંદવાકરના સીન્સની આગામી એપિડોસ માટે શુટિંગ કરવાનું હતુ, પરંતુ તે નિશ્વિત સમયે સેટ પર ન પહોંચ્યા. તેમણે પ્રોડક્શન ટીમને જાણ કરી કે તે બિમાર છે અને સેટ પર નહી આવી શકે. મંદારને ખૂબ જ શરદી થઇ ગઇ છે અને તે કોરોના વાયરસના કારણે સેટથી અંતર જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. જો કે આજે મંદાર શુટિંગ સેટ પર પરત આવ્યા અને ફરીથી પોતાના કામે લાગી ગયા.

ટપ્પુ ઉર્ફે રાજ પણ બીમાર

એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું કે, હા હું સ્વસ્થ ન હતો. કાલે તમામ સીન મારા હતા. ગણપતિ સીન્સ હતાં જે કાલે શુટ થવાના હતાં, જે કાલે નહી થઇ શક્યા. તમને જણાવી દઇએ કે આ વર્ષે માર્ચમાં મંદાર કોરોનાવાયરસની ઝપેટમાં આવ્યા હતાં. તેમણે આ દરમિયાન શુટિંગ સેટથી અંતર જાળવી રાખ્યું અને પોતાને કોરન્ટાઇન કરી લીધા હતા.

સાથે જ રાજ પણ દરરોજ પોતાના સીન્સના શુટિંગ માટે શોના સેટ પર આવી રહ્યો હતો. પરંતુ તેણે પણ મંદારની જેમ કાલે એટલે કે સોમવારે અને આજે પણ સેટ પર પોતાની હાજરી ન આપી. રિપોર્ટમાં સૂત્રોના હવાલે લખવામાં આવ્યું છેકે હાલ કોઇ નથી જાણતુ કે રાજને શું થયું છે. બની શકે છે કે તેને વાયરલ ઇન્ફેક્શન હોય.

Advertisement

તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સતત કેસ વધી રહ્યા છે. ટીવી અને ફિલ્મી કલાકારોને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઇડલાઇનના આધારે શુટિંગ કરવાની પરવાનગી મળેલી છે. તેવામાં ઘણા પ્રોડક્શન હાઉસ તેનું ધ્યાન રાખી રહ્યાં છે કે કોરોનાના મામલે તેમનાથી બેદરકારી ન થઇ જાય. સાથે જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉની વાત કરીએ તો આ શોમાં કોવિડ વેક્સીનેશન કેમ્પેનનો એપિસોડ દર્શાવવામાં આવ્યો હતો, જેના દ્વારા શોના મેકર્સે વેક્સીનને લઇને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત શો પૂરો થયા બાદ એક મેસેજ પણ મેકર્સ દ્વારા આપવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે અમે તો શુટિંગના કારણે માસ્ક નથી પહેરી શકતા પરંતુ તમારે માસ્ક જરૂર પહેરવુ જોઇએ.

Read Also

The post ઓ બાપ રે! ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આ બે મુખ્ય કલાકારોની તબિયત લથડી, કેન્સલ કરાયુ શૉનું શુટિંગ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next