Advertisement

ડર છોડો/ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની નહીં થાય ખાસ અસર, આટલા કરોડ લોકોને અપાઈ ગઈ રસી

12:33 PM Jul 21, 2021 | Bansari
Advertisement

GSTV

ગુજરાતમાં ૨૪ જૂન બાદ પ્રથમવાર એક જ દિવસમાં ૪ લાખથી વધુ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણનો આંક હવે ૩.૦૧ કરોડને પાર થઇ ગયો છે. આમ, ગુજરાતની પુખ્તવયની ૬૧% વસતી કોરોના વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લઇ ચૂકી છે.

૩ કરોડથી વધુ લોકો કોરોના વેક્સિન લઇ ચૂક્યા હોય તેવું ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર બાદ ગુજરાત ત્રીજું રાજ્ય છે. ઉત્તર પ્રદેશમાંથી ૪.૧૫ કરોડ, મહારાષ્ટ્રમાંથી ૪.૦૧ કરોડ લોકો કોરોના વેક્સિન લઇ ચૂક્યા છે. ગુજરાતમાંથી ૨.૩૧ કરોડ લોકો કોરોના વેક્સિનનો એક ડોઝ જ્યારે ૭૦.૧૮ લાખ લોકો બંને ડોઝ લઇ ચૂક્યા છે. આ સ્થિતિએ રાજ્યમાં ફૂલ્લી વેક્સિનેટેડ ૧૪% લોકો છે. ગુજરાતમાં ૪.૮૯ કરોડ લોકો રસી લેવા માટેની માન્ય એવી ૧૮થી વધુની વય ધરાવે છે.

રાજ્યમાં ૧.૬૩ કરોડ પુરુષ અને ૧.૩૭ કરોડ મહિલાઓ દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી છે. વયજૂથ પ્રમાણે જોવામાં આવે તો ૧૮-૪૪માં ૧.૨૪ કરોડ, ૪૫થી ૬૦માં ૧ કરોડ અને ૬૦થી વધુ વયજૂથમાં ૭૬.૧૭ લાખ દ્વારા કોરોના રસી લેવામાં આવી છે. ગુજરાતમાંથી અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૩૪.૨૮ લાખ જ્યારે ડાંગમાંથી સૌથી ઓછા ૭૧ હજારનું કોરોના રસીકરણ થયું છે.

24 કલાકમાં કોરોનાના 29 નવા કેસ નોંધાયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29 નવા કેસ નોંધાયા છે જ્યારે એકપણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં હાલ 411 એક્ટિવ કેસ છે જ્યારે 5 દર્દી વેન્ટિલેટર પર છે.

Advertisement

છેલ્લા 24 કલાક દરમિયાન વડોદરામાંથી સૌથી વધુ 7, અમદાવાદમાંથી 6, સુરતમાંથી 4, જામનગર-દાહોદમાંથી 2, બનાસકાંઠા-ડાંગ-ગીર સોમનાથ-જુનાગઢ-કચ્છ-નવસારી-સાબરકાંઠા-સુરેન્દ્રનગરમાંથી 1-1 નવા કેસ સામે આવ્યા છે.

રાજકોટ-ભાવનગર-ગાંધીનગર એમ 3 મહાનગર અને 16 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. છેલ્લા 24 કલાકમાં વધુ 61 દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,14,059 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.73% છે.

અમદાવાદમાં કોરોનાના નવા છ કેસ, એક પણ મોત નહીં

અમદાવાદ શહેરમાં મંગળવારે કોરોનાના નવા છ કેસ નોંધાયા હતા.કોરોના સંક્રમિત થવાથી એક પણ મોત થવા પામ્યું નહોતું. મંગળવારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ 25 લોકો સાજા થતાં રજા આપવામાં આવી હતી. સોમવારે કોરોનાના પાંચ કેસ નોંધાયા હતા.

Read Also

The post ડર છોડો/ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની નહીં થાય ખાસ અસર, આટલા કરોડ લોકોને અપાઈ ગઈ રસી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next