Advertisement

જીવરાજબાપુને સમાધિ આપવામાં આવી, ભક્તોની આંખો અશ્રુથી છલકાઈ

06:55 PM Aug 20, 2019 | Nilesh Jethva |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

સતાધારની આપા ગીગા જગ્યાના મહંત જીવરાજબાપુને સમાધિ આપવામાં આવી છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા હજારો ભક્તો તેમજ સંતો-મહંતોએ ભીની આંખે બાપુને અંતિમ વિદાય આપી. સમાધિ આપતા પહેલા બાપુના પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. જે બાદ તેમની પાલખીયાત્રા યોજાઇ હતી. પાલખીયાત્રામાં પણ સેંકડો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. જીવરાજબાપુના નિધનથી સતાધાર ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર પંથક શોકમગ્ન બન્યું છે.

જીવરાજબાપુ બ્રહ્મલીન થયા બાદ બાપુના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે કાચની પેટીમાં રાખવામાં આવ્યો હતો. બાપુના દેહવિલયના સમાચાર મળતા રાત્રિથી જ અનેક ભક્તો બાપુના અંતિમ દર્શન માટે સતાધાર ઉમટી પડ્યા હતા. બાપુના અંતિમ દર્શન કરતી વખતે અનેક ભક્તો રડી પડ્યા હતા. ગાદીના લઘુમહંત વિજય બાપુ સહિતના સેવકો અને ભક્તોએ બાપુ સાથેના સંસ્મરણો પણ વાગોળ્યા હતા. જીવરાજબાપુનો દેહવિલય થતાં સતાધાર અને સમગ્ર વિસાવદર પંથક સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. તો સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

READ ALSO

The post જીવરાજબાપુને સમાધિ આપવામાં આવી, ભક્તોની આંખો અશ્રુથી છલકાઈ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next