Advertisement

ભવનગરમાં 80 કરોડ રૂપિયાના ખર્ચે સાયન્સ મ્યુઝીયમ બનાવવામાં આવશે 

07:09 PM May 24, 2018 | Arohi |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ભવનગરમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રતિ રૂચિ વધે અને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવા હેતુથી સાયન્સ મ્યુઝીયમ ઊભુ કરાશે. નારી રોડ ખાતે 20 એકરની જગ્યામાં 80 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા સાયન્સ મ્યુઝીય માટે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ખાતમુહૂર્ત કર્યુ. મુંબઈમાં આવેલા રાષ્ટ્રીય કક્ષાના નહેરુ સાયન્સ સેન્ટર અને દિલ્હીના નેશનલ સાયન્સ સેન્ટર સમકક્ષ આ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે.

ખાતમુહૂર્ત બાદ સાયન્સ મ્યુઝીયમ મોડેલનું નિદર્શન કર્યું હતું. STEM એટલેકે સાયન્સ ટેકનોલોજી એન્જીનીયરીંગ મેથેમેટિક્સના સિદ્ધાંતો બાળકોથી લઇ યુવાઓને સરળતાથી સમજાય તે પ્રકારે મોડલ તૈયાર કરાશે. સાયન્સ મ્યુઝીયમમાં મુખ્ય પાંચ થીમ લોકોને આકર્ષિત કરશે. જેને દ્રશ્ય શ્રાવ્ય અને સ્પર્શ દ્વારા અનુભવી શકાશે. મરીન ગેલરી-ઓટો મોબાઈલ ગેલેરી-ઇલેક્ટ્રોમિકેનિક ગેલેરી-બાયોલોજી ગેલેરી-નોબલ પ્રાઈઝ ગેલેરી જે સાયન્સ મ્યુઝીયમમાં મહત્વના બની રહેશે.

The post ભવનગરમાં 80 કરોડ રૂપિયાના ખર્ચે સાયન્સ મ્યુઝીયમ બનાવવામાં આવશે  appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next