Advertisement

સમગ્ર રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાંક લોકોએ વધામણી કરી તો ક્યાંક હાલાકી ભોગવી

06:05 PM Sep 08, 2019 | Karan |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

પાલનપુરમાં ભારે ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વડગામ, અમીરગઢ, દાંતા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ભાદરવીના મહામેળામાં વરસાદને લઈને યાત્રિકોની પરેશાની વધી શકે છે. વરસાદ થતાં ખેડૂતો અને લોકોમાં ખુશી છવાઈ હતી. ડીસામાં વરસાદી ઝાપટું પડ્યુ હતુ. ધીમીધારે ફરી વરસાદ શરૂ થતાં લોકોમાં ખુશી જોવા મળી. ભારે ઉકળાટ બાદ વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાધનપુરનાં સાતલપુર વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે. સાતલપુર સહીત ગામડાઓમાં ધીમી વરસાદ વરસ્યો હતો.

સાબરકાંઠાનાં પોશીના તાલુકામાં લાંબડિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વડિયાગામ, લાંબડીયામાં ગાજવીજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને કારણે રોડ-રસ્તાઓ પર પાણીની નદી વહી હતી. નિચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાયા હતા. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાટણ જિલ્લામાં બપોરનાં સમય બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. સમી પથકમાં વરસાદી માહોલ છવાયો છે. અમીરગઢમા ધોધમાર વરસાદ ખાબકયો હતો. અડધા કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

જુનાગઢ જીલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. જૂનાગઢમાં વંથલી, માળીયા, માણાવદરમાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદી સમગ્ર વિસ્તારને પાણીથી તરબોર કરી દીધો હતો. માળીયામાં બે કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ નોધાયો હતો. ઉમરગામ તાલુકામા સતત છઠ્ઠા દિવસે મેઘમહેર યથાવત છે. જેને લઇને નદી, તળાવ, ચેકડેમો છલકાઇ ગયા છે. લોકોની પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.

ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાથી ખેડબ્રહ્માના ખેરોજથી લાંબડીયા તરફ જવાના રસ્તા પર ગોઠણડૂબ પાણી ભરાયા છે. જેથી મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. એક કિલોમીટર જેટલી વાહનોની કતાર જામી હતી. વાહન ચાલકોને કિમતી સમય રસ્તા પર વિતાવાની ફરજ પડી હતી.

Advertisement

READ ALSO

The post સમગ્ર રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાંક લોકોએ વધામણી કરી તો ક્યાંક હાલાકી ભોગવી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next