Advertisement

વિકાસશીલ ગુજરાત બની રહ્યું છે કુપોષિત: રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો, સૌથી વધારે આ જિલ્લાના છે બાળકો

05:44 PM Sep 04, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

સમગ્ર દેશમાં ગુજરાતને સમૃદ્ધ ગણવામાં આવે છે. છતાં આજે પણ રાજ્યમાં છેલ્લા એક માસમાં 6846 કુપોષિત બાળકોનો જન્મ થાય છે. જેમાં લોહીની ઉણપ ધરાવાતાં 802 બાળકોનો જન્મ થયો છે. જેમાં પણ સૌથી વધુ 239 કુપોષિત બાળકોનો જન્મ બનાસકાંઠામાં થયો છે.

રાજ્યમાં છેલ્લા એક માસમાં 6846 બાળકો કુપોષિત નોંધાયા છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં કુપોષિત બાળકો નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત કુપોષિત બાળકો ધરાવતા વિસ્તારોમાં મુલાકાત કરવામાં આવતી હોવા છતાં મહિલાઓ સમયસર આરોગ્ય વિભાગની સુવિધા લેતી નથી. જિલ્લા પ્રમાણે ઓછું વજન ઘરાવતા કુપોષિત બાળકોના આંક પર નજર કરીએ તો…

છેલ્લા એક મહિનાના આંકડા (ઓછુ વજન ધરાવતા બાળકોના આંકડાઓ)

જિલ્લો – સંખ્યા
બનાસકાંઠા- ૪૧૧
આણંદ -૩૭૯
અમદાવાદ- ૩૬૯
ખેડા- ૨૮૯
કચ્છ- ૨૬૫
ભરૂચ- ૨૬૪
રાજકોટ- ૨૬૧
મહેસાણા- ૨૫૬
ભાવનગર- ૨૨૪
સુરત- ૨૨૦
સાબરકાંઠા- ૨૦૯
વડોદરા-૨૦૪
પાટણ- ૨૦૩
નવસારી -૨૦૦

લોહીની કમી ધરાવતા બાળકો

જલ્લો સંખ્યા
બનાસકાંઠા- ૨૩૯
કચ્છ-૫૧
ખેડા- ૪૫
રાજકોટ- ૪૩
મહીસાગર- ૩૯
આણંદ- ૩૮
પંચમહાલ -૨૪
અમદાવાદ- ૨૪
સાબરકાંઠા -૨૧
અમરેલી- ૨૧
દાહોદ -૧૯
અરવલ્લી- ૧૯
સુરેન્દ્રનગર- ૧૮
મહેસાણા -૧૮
ભરૂચ -૧૬

Advertisement

બનાસકાંઠાના આદિવાસી વિસ્તાર ગણાતા દાંતા, અમીરગઢ વિસ્તારમાં કુપોષિત બાળકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત આ વિસ્તારમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો થાય તે માટે વધુમાં વધુ તેમને સરકારી સહાય આપવામાં આવે છે. પરંતુ આ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાના કારણે અને મોટાભાગની મહિલાઓ વ્યસન કરતી હોવાના કારણે સતત કુપોષિત બાળકો જન્મ લે છે, તો બીજી તરફ સમયસર જન્મતાની સાથે જ આ વિસ્તારની મહિલાઓ પોતાના બાળકોને દૂધ ન આપતી હોવાના કારણે સતત કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

READ ALSO

The post વિકાસશીલ ગુજરાત બની રહ્યું છે કુપોષિત: રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો, સૌથી વધારે આ જિલ્લાના છે બાળકો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next