Advertisement

સરકાર: સોમવારે શુભ મુહૂર્તમાં નવા મંત્રીઓ પદભાર સંભાળશે, મંત્રીઓની ચેમ્બરો અને બંગલાઓની કાયાપલટ કરી નાખી

10:13 AM Sep 18, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

નવા પ્રધાનમંડળની રચના બાદ મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દેવાઈ છે. મંત્રીઓની ચેમ્બરો અને બંગલાઓનું રિનોવેશન કરાયુ છે. સોમવારે સવારે 12.39ના શુભ મુહુર્તમાં મંત્રીઓ સચિવાલયમાં પદભાર સંભાળશે.

શુક્રવારે નવા મંત્રીઓ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં જઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. આ તરફ, કેબિનેટ મંત્રીઓને સ્વર્ણિમ સંકુલ-1માં અને રાજ્યકક્ષાના મંત્રીઓને સ્વણિમ સંકુલ-2માં ચેમ્બરો ફાળવવામાં આવી છે. સ્વર્ણિમ સંકુલ-1 અને 2માં મંત્રીઓની નેમ પ્લેટ બદલાઈ હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઓફિસને બદલે અન્ય ચેમ્બર બનાવી દેવાઇ હતી.

આ ઉપરાંત મંત્રીઓના બંગલાઓનું પણ રંગરોગાન અને રિનોવેશન કરાયુ હતું. બંગલાઓને પણ જાણે નવો ઓપ અપાયો હતો. સોમવારે 12.39ના શુભ મુહુર્તના સમયે મંત્રીઓ પોતાની ફાળવેલી ચેમ્બરમાં પદભાર ગ્રહણ કરશે. આમ,સોમવારથી સચિવલાયમાં ફરી એકવાર ચહલપહલ જોવા મળશે.

READ ALSO

Advertisement

The post સરકાર: સોમવારે શુભ મુહૂર્તમાં નવા મંત્રીઓ પદભાર સંભાળશે, મંત્રીઓની ચેમ્બરો અને બંગલાઓની કાયાપલટ કરી નાખી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next