Advertisement

શામળાજીના ગોઢકુલ્લા ગામે થયેલ ભેદી બ્લાસ્ટનો ભેદ આખરે ઉકેલ્યો, આ એક ભૂલના કારણે એક જ પરિવારના બે લોકોએ ગુમાવ્યો જીવ

09:05 AM Sep 01, 2021 | Bansari |
Advertisement

GSTV

અરવલ્લીના શામળાજીના ગોઢકુલ્લા ગામે થયેલ ભેદી બ્લાસ્ટનો SOGએ ભેદ ઉકેલ્યો છે. હેન્ડ ગ્રેનેટને કારણે આ બ્લાસ્ટ થયાનુ ખુલ્યુ છે. હેન્ડ ગ્રેનેડ સાથે ચેડાં કરતા સમયે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં આરોપી પિતા અને દોઢ વર્ષની દીકરી મોત થયુ હતુ. તો પત્ની અને 11 વર્ષની દીકરીને ઇજાઓ થઈ હતી.ગામના તળાવમાંથી આ હેંડ ગ્રેનેડ બૉમ્બ મળ્યો હતો. પોલીસે મૃત યુવક તેમજ અન્ય એક વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. જો કે જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આ હેન્ડ ગ્રેનેડ કઇ રીતે પહોચ્યો તેને લઇને પોલીસ તપાસ કરી રહી છે.

શું છે સમગ્ર મામલો

ભિલોડા તાલુકાના શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામે એક રહેણાંક મકાનમાં થયેલા ભેદી બ્લાસ્ટને સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠયો હતો. જયારે આ કોઈ અજાણ્યા પદાર્થના ધડાકામાં આ પરિવારના યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.આ પ્રંચડ ધડાકાથી આસપાસના ૩ થી ૪ કીમી ના વિસ્તારમાં અવાજ સંભળાતાં સૌ ફફડી ઉઠયા હતા.શામળાજી પોલીસને જાણ થતાં એક ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી. પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી નજીકના ગામમાં ભેદી વસ્તુના બ્લાસ્ટને લઈ તરહ તરહની ચર્ચાઓ ઉઠી હતી.શામળાજી પંથક વિસ્તારમાં આવેલા ગોઢકુલ્લા ગામે રહેતા રમેશભાઈ ફણેજા ગામના તળાવમાંથી કોઈ અજાણ્યો પદાર્થ ઘરે લઈ આવ્યા હતા. ઘરે મૂકી રખાયેલ આ એક જાતના ટોટા જેવો પદાર્થ અચાનક જ બ્લાસ્ટ થતાં પ્રંચડ ધડાકા સાથે થયેલા બ્લાસ્ટમાંઆ યુવક રમેશભાઈ લાલજીભાઈ ફણેજાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.

આ બ્લાસ્ટ એટલો પ્રંચડ હતો કે આસપાસના ૩ થી ૪ કી.મી.ના વિસ્તારમાં અવાદ આવતા લોકો ફફડી ઉઠયા હતા. આ બનાવની જાણ શામળાજી પોલીસને થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી. જયારે આ ભેદી પદાર્થની ઓળખ માટે જિલ્લા એફએસએલ ની ટીમ બોલાવાઈ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવાયું હતું. ગોઢકુલ્લા ગામે એક રહેણાંક મકાનમાં થયેલા ભેદી બ્લાસ્ટથી મકાનની ઘર વખરી ને નુકશાન પહોંચ્યું હતું. જયારે ઘર બહાર બાંધેલી બકરીનું પણ આ બ્લાસ્ટમાં મોત નીપજયું હોવાનું ઘટના સ્થળે એકઠા થયેલા લોકોએ જણાવ્યું હતું.

Read Also

The post શામળાજીના ગોઢકુલ્લા ગામે થયેલ ભેદી બ્લાસ્ટનો ભેદ આખરે ઉકેલ્યો, આ એક ભૂલના કારણે એક જ પરિવારના બે લોકોએ ગુમાવ્યો જીવ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next