Advertisement

રાજકોટના ઈસ્ટઝોનમાં આટલા કરોડના ખર્ચે બનશે સૌથી મોટી અદ્યતન લાઈબ્રેરી, જાણો શું છે તેની ખાસિયત

12:06 PM Sep 22, 2021 | Bansari |
Advertisement

GSTV

રાજકોટમાં ઈન્ટરનેટના યુગમાં પણ યુવાનોમાં જળવાયેલા વાંચન પ્રેમને લઈને મનપા દ્વારા સેન્ટ્રલ ઝોનમાં શ્રોફ રોડ પર, બાદમાં સાધુ વાસવાણી રોડ પર અદ્યતન પુસ્તકાલયો પછી હવે સામા કાંઠાના ઈસ્ટઝોનમાં બાલક હનુમાન મંદિર નજીક, બ્રાહ્મણીયાપરામાં સૌથી મોટી ૩ માળની લાઈબ્રેરીમાં માત્ર ઈન્ટરિયીર માટે રૂ।.૩.૫૦ કરોડનો વધુ પડતો ખર્ચ આજે મંજુર કરાયો છે.

એ.સી.સહિત ઈન્ટીરિયરના નામે ખોટો ખર્ચ નહીં કરવા ઈજનેરોને તાકીદ

આ ખર્ચ મંજુર કરવા સાથે સ્થાયી સમિતિ ચેરમેન પુષ્કર પટેલે સિટી ઈજનેર અલ્પના મિત્રાને ઈન્ટરીયરમાં એરકન્ડીશનરો વગેરેમાં વધુ પડતો ભપકો કરીને વિજબિલ સહિત મનપાનો ખર્ચ બીનજરૂરી નહીં વધારવા અને તેના બદલે ગ્રીન બિલ્ડીંગ બનાવીને કુદરતી ઠંડક રહે તેવા પ્રયાસો કરવા તાકીદ કરી હતી.ઉલ્લેખનીય છે કે સિટી ઈજનેરો મારફત કોમ્યુનિટી હોલ, લાઈબ્રેરી વગેરે એક જ બાંધકામમાં મોટાભાગનું બજેટ વપરાય જાય એટલો ખર્ચ કરાતો રહ્યો છે. જ્યારે મનપા પાસે અમર્યાદિત નાણાભંડોળ નથી અને અમર્યાદિત કામો કરવાની ક્ષમતા પણ તંત્રમાં નથી. ત્યારે ખર્ચાતા નાણાંનો મહત્તમ લોકોને લાભ મળે તેવી સૂચના અપાઈ છે.

મનપાની સ્થાયી સમિતિમાં રૂ।.૫૫ કરોડના કામો મંજુર, ઝૂમાં પશુપક્ષીને ખાધાખોરાકી માટે રૂ।.૩૧.૭૫ લાખનો ખર્ચ

આજે સ્થાયી સમિતિની બેઠકમાં કૂલ રૂ।.૫૫ કરોડના કામોને બહાલી અપાઈ હતી. જેમાં માધાપર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ છેક તા.૭-૬-૨૦૧૩ના ”એસ. એન.એન્વાયરો.ટેક.પ્રા.લિ.”નામની એજન્સીને અપાયું હતું જેના અધિકારી સિટી ઈજનેર કામલિયા રહ્યા છે. પરંતુ, આ કામ ટલ્લે ચડયું હતું અને એજન્સીએ સદંતર ઉદાસીનતા દાખવતા તેને ટર્મીનેટ કરાઈ છે. હવે બાકી રહેલું રૂ।.૨.૩૫ કરોડનું કામ રૂ।.૩.૫૨ કરોડના ખર્ચે અને વધારાના રૂ।.૧.૧૬ કરોડ એજન્સીની ડિપોઝીટમાંથી ચૂકવવા આજે નિર્ણય લેવાયો છે.

જ્યારે ન્યારી ડેમથી રૈયાધાર વચ્ચે ૧૨૧૯ મિ.મિ.વ્યાસની ૩ એલ.પી.કોટીંગવાળી મોલ્ટેડ સ્ટીલની પાઈપ નાંખવા રૂ।.૩૫ કરોડના એસ્ટીમેટ સામે ૮ કરોડની અધધધ ઓન ચૂકવીને બી.એમ.એસ.પ્રોજેક્ટ-સુરતને આપવા કમિશનરની દરખાસ્ત પરત્વે સ્થાયી સમિતિએ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે આ જ રૂટ પર અગાઉ નંખાયેલી પાઈપલાઈન ત્રણ વર્ષમાં જ જર્જરિત થઈ ગઈ હતી. પરંતુ, તે અંગેઅધિકારી કે પદાધિકારી દ્વારા કોઈ તપાસ કરાવાઈ નથી. વળી, નવું કામ માટે આટલી ઓન ચૂકવાઈ છે પરંતુ, સ્થાયી સમિતિમાં કોઈ વિરોધપક્ષના સભ્ય નહીં હોવાથી કોઈ વિરોધ થયો નથી.

Advertisement

અન્ય ઠરાવોમાં ઝૂમાં પશુપંખીઓના ખોરાક માટે રૂ।.૩૧.૭૫ લાખ, વોર્ડ નં.૨,૩માં ભૂગર્ભગટરની ફરિયાદોનો નિકાલ ખાનગી ધોરણે કરાવવા રૂ।.૩૭.૮૧ લાખ, વોર્ડ નં.4 મણીનગરમાં ડ્રેનેજ લાઈન, તમામ ઉદ્યાનોમાં ફીઝીકલ ફીટનેસના સાધનો મુકવા નિર્ણય લેવાયો છે.

Read Also

The post રાજકોટના ઈસ્ટઝોનમાં આટલા કરોડના ખર્ચે બનશે સૌથી મોટી અદ્યતન લાઈબ્રેરી, જાણો શું છે તેની ખાસિયત appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next