Advertisement

ગુજરાતના આ મજૂરે એવી બુદ્ધિ વાપરી કે હવે તેની રોજની આવક ત્રણથી પાંચ હજાર છે

09:07 AM Aug 25, 2019 | Mayur |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

તમે મજૂરો તો કેટલાય જોયા હશે. મજૂરની દૈનિક આવક 200, 500, અને 1000 સુધીની હોય તેવું સાંભળ્યું હશે. પરંતુ એક મજૂરની આવક રોજની ત્રણથી લઈ પાંચ હજાર સુધીની છે. પણ આ વાત તમને માનવામાં નહીં આવે. જી હા આ મજુર શું કામ કરે છે. કેવી રીતે આવક કમાય છે ?

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાણપુર ગામના આ છે રણછોડભાઈ ઉર્ફે બાઘાભાઇ વાડોદરિયા. રણછોડભાઈએ પોતાની બુદ્ધિ વાપરીને મોટર સાયકલ પર દવા છાંટવાનો પ્રેસર પંપ બનાવ્યો છે. પાકમાં દવાનો છંટકાવ કરવાનું કામ અન્ય મજૂર બેથી ચાર દિવસમાં પુરુ કરે છે. તે કામ ઓછા પૈસામાં રણછોડભાઈ ગણતરીના કલાકોની અંદર પૂરુ કરે છે.

રણછોડભાઈ કપાસ અને મગફળીમાં દવાનો છંટકાવ કરવાના એક વીઘાના 50 રૂપિયા લે છે. દરરોજ ૮૦થી લઈ 100 વિઘા ખેતરની અંદર દવાનો છંટકાવ કરે છે. જેથી ત્રણથી પાંચ હજાર સુધીની રોજની કમાણી કરે છે. આનાથી ખેડૂતોને પણ ફાયદો થાય છે. વીસેક વીઘા ખેતરમાં દવાનો છંટકાવ કરતા એક મજૂરને ત્રણેક દિવસનો સમય લાગે છે.

જ્યારે રણછોડભાઈ માત્ર બે-ત્રણ કલાકમાં દવા છાંટી દે છે.રાણપુરના મોટા ભાગના ખેડૂતો રણછોડભાઈ પાસે જ દવાનો છંટકાવ કરાવે છે.જોયું ને તમે. મજૂર પણ ત્રણથી પાંચ હજારની કમાઈ શકે છે. તેની પાછળ તેની બુદ્ધિ કામ આવી છે. એટલે કે કહેવત છે ને કે પંડ કામ કરે પૈસા વાળા ન થવાય.

READ ALSO

Advertisement

The post ગુજરાતના આ મજૂરે એવી બુદ્ધિ વાપરી કે હવે તેની રોજની આવક ત્રણથી પાંચ હજાર છે appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next