Advertisement

રિલેક્શ: પાર્ટીને એક પણ પ્રશ્ન કર્યા વગર પદ છોડી ભાજપના પૂર્વજોના રસ્તા પર ચાલ્યો છું, હાઈકમાન્ડે જે નિર્ણય લીધો હોય તે સમજી વિચારીને જ લીધો હશે

11:38 AM Sep 18, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

મુખ્યમંત્રી પદ છોડયા બાદ વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકે તેમનો ગત રોજ રાજકોટ મુલાકાતનો કાર્યક્રમ નિર્ધારિત થયો હતો, તે કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હોમટાઉનમાં કહ્યું કે, વીસ દિવસ પહેલા રાજકોટનો કાર્યક્રમ ઘડાયો ત્યારે ખબર ન્હોતી કે મુખ્યમંત્રી પદ છોડવાનું છે. હળવાશ અનુભવું છું, પાર્ટીને એક પણ પ્રશ્ન કર્યા વગર પદ છોડી ભાજપના પૂર્વજોના રસ્તા પર ચાલ્યો છું, હાઈકમાન્ડે જે નિર્ણય લીધો હોય તે સમજી વિચારીને જ લીધો હશે. 

મોડી સાંજે રૂ।.૬ કરોડના ખર્ચે શહેરના સરકારી હેમુ ગઢવી નાટયગૃહના નવીનીકરણના ઉદ્ધાટન પ્રસંગે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું પાંચ વર્ષમાં અમે અનેક કામો કર્યા છે, સી.એમ.ડેશબોર્ડ પર રાજ્યમાં રૂ।.૫ કરોડથી રકમના ચાલતા કામોનું સતત મોનીટરીંગ કરતા રહ્યા છીએ. આ સમયમાં કોઈ દંગા-ફસાદ થયા નથી. ઈ.સ.૧૯૨૦માં સ્પેનીશ ફ્લુ પછી સો વર્ષે કોરોના કાળ અમારા સમયમાં આવ્યો છતાં આજે રૂ।.૨.૬૦ લાખ કરોડના કામો રાજ્યમાં ચાલી રહ્યા છે. અધુરા રહેલા કામો પૂરા થશે. 

તેમણે કહ્યું અગાઉ નરેન્દ્રભાઈ માટે સીટ ખાલી કરવાની આ તો અમારી સીટ છે, તેમ કહીને ઘણાએ ના પાડી હતી. ત્યારે વજુભાઈએ એક ઝાટકે ખાલી કરીને કહ્યું હતું, સીટ પાર્ટીની હોય છે, વ્યક્તિની નહીં. આ રાજકોટના સંસ્કાર છે અને આમ કરવાથી રાજકોટનું ગૌરવ વધ્યું છે તેમ માનું છું. 

આ પ્રસંગે હાજર કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ જણાવ્યું પદ-હોદ્દા હોય કે ન હોય અમે કાર્યકર તરીકે કાર્ય કરતા જ રહ્યા છીએ. જ્યારે સત્તા ન્હોતી ત્યારે પણ કામ કરતા. જે ધ્યેય સાથે ચાલે છે તેને ઉંમર નડતી નથી. નરેન્દ્રભાઈ મોદીના વખતમાં જે કામ ચાલતું એવું જ કામ પછી પણ થતું રહ્યુ છે અને ભુપેન્દ્ર પટેલના સમયમાં પણ થતું જ રહેશે. વિજયભાઈના પાંચ વર્ષના કાર્યકાલમાં તેમની સામે કોઈ આંદોલન થયા નથી, કહી તેમની પ્રશંસા કરી રમૂજી શૈલીમાં ટૂચકાં કહીને તેમણે કહ્યું કે માણસે હંમેશા મોજમાં રહેવું જોઈએ અને આનંદ રૂપિયાથી મળતો નથી. આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય  વ્રજરાજકુમાર મહારાજે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

Advertisement

 રાજકોટના લોકસભા અને રાજ્યસભાના બન્ને સાંસદ, રાજકોટ-ઈસ્ટ સિવાયના બન્ને ધારાસભ્યો, મેયર વગેરે હાજર રહ્યા હતા અને દોઢ વર્ષના સમય બાદ અનલોક સાથે ખુલેલા આ હોલમાં કોરોના કાળ પછીનો પ્રથમ સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ મુખ્યમંત્રીએ આ પહેલા દિવસ દરમિયાન બાપ્સ મંદિર, આત્મીય કોલેજ ખાતે કન્યાઓ, ગરીબોને સહાય વિતરણના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં  હાજરી આપી હતી અને સાંજે ભાજપના કાર્યકરો સાથે પણ બેઠક યોજી હતી. 

READ ALSO

The post રિલેક્શ: પાર્ટીને એક પણ પ્રશ્ન કર્યા વગર પદ છોડી ભાજપના પૂર્વજોના રસ્તા પર ચાલ્યો છું, હાઈકમાન્ડે જે નિર્ણય લીધો હોય તે સમજી વિચારીને જ લીધો હશે appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next