Advertisement

શામળાજી/ ગોઢકુલ્લા ગામે થયેલા ભેદી વિસ્ફોટમાં મૃત્યુઆંક વધ્યો, સારવાર દરમિયાન વધુ એક બાળકીનું મોત

10:45 AM Aug 29, 2021 | Bansari |
Advertisement

GSTV

અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે આવેલા ગોઢકુલ્લા ગામે થયેલા ભેદી વિસ્ફોટમાં વધુ એક બાળકીનું મોત થતા મોતનો આંકડો બે પર પહોંચ્યો છે. હિંમતનગરમાં સારવાર હેઠળ બાળકીનું આજે મોત નીપજયું હતું. ગામનાં તળાવ પાસેથી મળેલી વસ્તુથી વિસ્ફોટ થતા ગઈકાલે એકનું મોત થયું હતું અને ત્રણને ઈજાઓ પહોંચી હતી. વિસ્ફોટને લઈ એફએસએલ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. જેથી વિસ્ફોટ પાછળનું કારણ જાણવા મળશે.

વિસ્ફોટને લીધે ગામમાં ભયનો માહોલ

જો કે, આ વિસ્ફોટ થવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. પરંતુ તમને જણાવી દઇએ કે, વિસ્ફોટને લીધે ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. આ બનાવની જાણ થતા જ શામળાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજી બાજુ પંચમહાલના હાલોલના પ્રતાપપુરા ગામે કંપનીમાં બ્લાસ્ટ થયો છે જેમાં ત્રણ કામદારો દાઝ્યાં છે. જેઓને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યાં છે. પ્રતાપપુરા ગામે ફાર્માસ્યુટિકલ કંપનીમાં થયેલા બ્લાસ્ટની અસરના કારણે રહેણાંક વિસ્તારમાં પણ જોવા મળી હતી. લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો.

Read Also

The post શામળાજી/ ગોઢકુલ્લા ગામે થયેલા ભેદી વિસ્ફોટમાં મૃત્યુઆંક વધ્યો, સારવાર દરમિયાન વધુ એક બાળકીનું મોત appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next