Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિની પસંદગીનું કાઉન્ટ ડાઉન શરૂ, આ 8 નામો છે રેસમાં

11:48 AM Sep 17, 2021 | Bansari |
Advertisement

GSTV

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ ડો નીતિન પેથાણીનો કાર્યકાળ પુરો થતા નવા કુલપતિની પસંદગીની કવાયત હાથ ધરવામાં આવી છે. ઉપકુલપતિ ડો.વિજય દેસાણી સહિત અન્ટ આઠ નામો કુલપતિની રેસમાં છે.ડો પ્રતાપસિંહ ચૌહાણ,અમી ઉપાધ્યાય,ડો ગીરીશ ભીમાણી,ડો ભાવિન કોઠારી .ડો ભરત રામનુજ ,ડો નિલાબ દવે અને ડો જગદીશ જોશી કુલપતિની રેસમાં સામેલ છે.

ડો. નીતિન પેથાણીના ત્રણ વર્ષના કાર્યકાળની મુદત પૂરી થશે

સૌરાષ્ટ્ર યુનિ.ના ૧૭માં કુલપતિ ડો. નીતિન પેથાણીના ત્રણ વર્ષના કાર્યકાળની મુદત આગામી તા.૧૭.૨.૨૦૨૨ના પુરી થતી હોવાથી નિયમ મુજબ છ મહિના અગાઉ ૧૮મા કુલપતિની પસંદગી કરવા માટે સર્ચ કમીટી રચવી જરૂરી હોવાથી તેની પ્રક્રિયા યુનિ. દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ત્રણ સભ્યોની સર્ચ કમીટીમાં એક સભ્ય યુનિ.એ પસંદ કરવાનો હોય છે. જયારે અન્ય એક રાજભવનમાંથી તેમજ બીજાની જોઈન્ટ બોર્ડ ઓફ વાઈસ ચાન્સેલર દ્વારા પસંદગી કરવામાં આવે છે.

છેલ્લા દોઢ વર્ષ દરમિયાન કોરોના કાળને લીધે મહદ અંશે પ્રત્યક્ષ શિક્ષણ કોલેજોમાં બંધ રહ્યું છે. તેમ છતાં યુનિ.એ કોરોના કાળમાં દર્દીઓને મદદરૂપ થવા માટે હોસ્પિટલ, લેબોરેટરી અને આશ્રમ કેન્દ્રોનું સંચાલન સંભાળ્યું છે. યુનિ.ને અગાઉ યુ.જી.સી.ની નેક કમીટી દ્વારા એ ગ્રેડ અપાયો હતો. પરંતુ ત્રીજી સાયકલ બાદ ચોતી સાયકલ દરમિયાન એ પ્લસની આશામાં એ ગ્રેડ ગુમાવવો પડયો છે. આ સ્થિતિમાં ૧ સૌરાષ્ટ્ર યુનિ.ના ૧૮માં કુશાગ્રહ કુલપતિ તરીકેની પસંદગીનો કળશ કોના ઉપર ઢોળાશે? તે સવાર ઉચ્ચ શિક્ષણ જગતમાં ચર્ચાસ્પદ બની રહ્યો છે.

Read Also

The post સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિની પસંદગીનું કાઉન્ટ ડાઉન શરૂ, આ 8 નામો છે રેસમાં appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next