GSTV
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-પીએમજેએવાય હેઠળ દર્દીઓની માંદગી ગંભીર બનતી જાય તેમ તેમ તેને આપવામાં આવતી સારવાર પાછળ સરકાર દ્વારા કરવામાં આવતો ખર્ચ ઓછો થતો જાય છે. તેવો વિચિત્ર તર્ક રજૂ કરીને બ્રેસ્ટ કેન્સરની એક મહિલા દર્દી પાસેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિકારઓએ અને ડોક્ટર્સે 50 ટકા ખર્ચ બોજ દર્દીઓને વેંઢારવો પડશે તેવી માગણી મુકીને સ્તન કેન્સરા ચોથા સ્ટેજમાં પહોંચી ગયેલા દર્દીની સારવાર અટકાવી દેવાનો વિચિત્ર કિસ્સો બન્યો છે. બીજી તરફ આ સારવાર ખર્ચમાં ઘટાડો કરવાની જોગવાઈ પ્રધાનમંત્રી જન આરોગ્ યોજનામાં ક્યાં જણાવ્યુ છે તે જણાવવા પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિકારીઓ કે આરએમઆ તૈયાર જ નથી.
મુખ્યમંત્રીને પણ કરી રજૂઆત
બે વર્ષથી સારવાર લેતી મહિલાએ કેન્સરના ચોથા સ્ટેજમાં પહોંચી જતાં સિવિલ હોસ્પિટલા એક પૂર્વ તબીબનો અભિપ્રાય લેતા હોસ્પિટલના હાલના તબીબ પહેલા સ્ટેજમાં જે ઈન્જેક્શન આપ્યા છે, તે આપ્યા જ નતી, તેવુ જણાવતા દર્દીના સગાંઓએ આ મુદ્દે વિજય રૂપાણીને એક ફરિયાદ પણ કરી છે.
આ યોજના હેઠળ હવે દર્દીઓ પાસેથી લેવાય છે 50 ટકા ખર્ચ
બે વર્ષથી કેન્સરી સારવાર સિવિલ હોસ્પિટલમાં લઈ રહી છે. પીએમજેએવાય યોજના હેઠળ બે વર્ષથી સંપૂર્ણ સારવાર પીએમજેએવાય હેઠળ મળી જતી હતી. હવે તેમને કેન્સરનો ચોથો સ્ટેજ છે. તેમને સારવારનો 50 ટકા ખર્ચ દર્દી પાસે માગવામાં આવી રહ્યો છે. આ સારવારના ખર્ચ પેટે રૂપિયા 1.02 લાખ જમા કરાવવા માટે સૂચના દર્દીઓના સગાઓને આપવામાં આવી છે. આ ખર્ચ ભવિષ્યમાં વધીને 5 લાખ રૂપિયા પણ થઈ શકે છે. દર્દીઓના સગા આ ખર્ચ કાઢી શકે તેમ નથી, તેથી તેમને પણ દર્દીનું આયુષ્ય ટૂંકાઈ જશે, તેવી ભીતિ સેવાઈ રહી છે.
Related Articles
READ ALSO
- પડતા પર પાટૂ: ગંભીર માંદગીમાં મા કાર્ડ હેઠળ સો ટકા ફ્રી સારવાર બંધ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી માગવામાં આવે છે 50 ટકા સારવારનો ખર્ચ
- ભારત-અમેરિકાની નિકટતાથી રશિયાના પેટમાં તેલ રેડાયુ, નાપાક પાકિસ્તાનને આ રીતે આપશે સાથ
- રસીની અછત/ ‘પોતાની નિષ્ફળતાઓથી ધ્યાન બીજે દોરવાનો પ્રયાસ’ આ બે રાજ્યો પર બગડ્યા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી
- ભયાનક સ્વરૂપ/ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3500થી વધુ નવા કેસ અને 22ના મોત, 11 ઓગસ્ટ પછી સૌથી વધુ મૃત્યુઆંક નોંધાયો
- ઓહ બાપ રે/ અમદાવાદ સિવિલના હ્રદય દ્વાવક દ્રશ્યો આવ્યા સામે, 15થી વધુ એમ્બ્યુલન્સના વેઈટિંગનો વીડિયો થયો વાયરલ!
The post પડતા પર પાટૂ: ગંભીર માંદગીમાં મા કાર્ડ હેઠળ સો ટકા ફ્રી સારવાર બંધ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી માગવામાં આવે છે 50 ટકા સારવારનો ખર્ચ appeared first on GSTV.