Advertisement

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

11:20 PM Jun 12, 2021 | Pravin Makwana
Advertisement

GSTV

ગર્ભપાતની એ-કેર કીટ, ક્લીન કીટનું એમેઝોનના માધ્યમથી અને નારકોટીક અને સાયકોટોપીક ડ્રગ્સનું વેચાણ કરી ગુનાહીત કૃત્યમાં સંડોવાયેલા વ્યકિતો સામે રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતાં.

અમદાવાદમાં છેલ્લા એક વર્ષથી ૮૦૦ થી વધારે ગર્ભપાતની કીટોનું ઓનલાઇન એમેઝોનના પ્લેટફોર્મ મારફતે વેચાણ કરતી વ્યકિતને ઝડપી પડાઈ છે. ખોરાક અને ઔષધ નિયમન વિભાગે અમદાવાદના વિપુલ પટેલના રહેણાંક પર દરોડા પાડી રૂપિયા 6 લાખની કીટ જપ્ત કરી હતી.


પાલનપુર અને મહેસાણાના તંત્રએ દરોડા પાડી ક્લીન કીટ અને એન્ટી પ્રેગ કીટ અને લેબલ વગર ઓક્સિટકોઈન ઈન્જેક્શનનો આશરે ત્રણ લાખનો જથ્થો જપ્ત કર્યો છે. રાજયવ્યાપી દરોડામા અંદાજે રૂપિયા દોઢ કરોડથી વધુ કિંમતની 24,363 કિટનો જથ્થો જપ્ત કરાયો હતો. આ સમગ્ર કાર્યવાહીમાં ખોરાક અને ઔષધ નિયમની ગાંધીનગર, અમદાવાદ વિભાગ-૨, પાલનપુર, મહેસાણા, વડોદરા અને સુરતની ટીમ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી.

READ ALSO

Advertisement

The post રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next