Advertisement

થરાદની નર્મદા કેનાલ બની સ્યુસાઇડ સ્પોટ: મહિલાએ 4 બાળકો સાથે લગાવી મોતની છલાંગ, માતા અને 2 માસૂમના મોતથી પંથકમાં ચિત્કાર

04:50 PM Jul 17, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં મહિલાએ 4 બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યુ હતુ. જેમાં મહિલા અને બે બાળકો એમ કુલ ત્રણના મોત થયાં હતા. જ્યારે 2 બાળકોને સ્થાનિકોએ જીવિત બહાર કાઢયા હતા. ઘટનાની જાણ થતા લોકોનો ટોળેટોળા કેનાલ પર પહોંચ્યા હતા. મહિલા અને બે માસુમ બાળકોના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ હતી. કયા કારણોથી મહિલાએ સામૂહિક આપઘાગતનો પ્રયાસ કર્યો તેનું કારણ અકબંધ છે.

થરાદ કેનાલ મોતની કેનાલ બનતી જાય છે. રોજ-બ-રોજ કેનાલમાં ઝંપલાવી અને મોતની ઘટનાઓ બને છે. મળતી માહિતી મુજબ, થરાદ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં ચાર સંતાનોની સાથે માતાએ ઝંપલાવીને મોતને વહાલું કર્યું હતું. અગમ્ય કારણોસર પોતાની ચાર દિકરીઓ સાથે વહેલી સવારે કેનાલમાં ઝંપલાવ્યું હતું. જો કે મહિલાએ પોતાની દીકરીઓ સાથે કેનાલમાં ઝંપલાવતા જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી બે દીકરીઓને બચાવી લેવામાં આવી હતી. જ્યારે, માતા અને બે પુત્રોના મોત થયા હતા. મૃતક મહિલાને ચાર દિકરીઓ હોય તેમના આપઘાતને લઈને પણ શંકા કુશંકાઓ સેવાઈ રહી છે.

ચાર સંતાનોની માતાએ નર્મદાની મુખ્ય કેનાલમાં કૂદી જતા મહિલા સહિત તેની બે બાળકીઓના ઘટના સ્થળે જ મોત થયું હતું.. જ્યારે બે બાળકીઓનો આબાદ બચાવ થયો. ઘટનાને કારણે સમગ્ર થરાદ પંથકમાં અરેરાટી ફેલાઇ હતી. ચાર સંતાનોની માતાએ થરાદની નર્મદા મુખ્ય કેનાલમાં ઝંપલાવતા સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓની તાત્કાલિક બોલાવી અને બે બાળકીઓનું બચાવ કરવામાં સફળ રહ્યા હતા જો કે મહિલાના આપઘાત લઈને હાલ થરાદ પંથકમાં અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે

થરાદની મુખ્ય કેનાલમાં મહિલાના બાળકો સાથેના સામુહિક આપઘાતની ગોઝારી ઘટનાની જાણ થતા થરાદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મહિલા સહિત બે બાળકીઓના મૃતદેહને થરાદ રેફરલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. ૩ વ્યક્તિઓના મોતને લઈને અત્યારે તો થરાદ પોલીસે તપાસ હાથ ધરી છે. હવે જોવાનું એ રહે છે કે થરાદ પોલીસની તપાસમાં મહિલાના સામૂહિક આપઘાતનું શું કારણ બહાર આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Advertisement

The post થરાદની નર્મદા કેનાલ બની સ્યુસાઇડ સ્પોટ: મહિલાએ 4 બાળકો સાથે લગાવી મોતની છલાંગ, માતા અને 2 માસૂમના મોતથી પંથકમાં ચિત્કાર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next