Advertisement

Thappad Movie Review: પુરુષ પ્રધાન સમાજની વિચારધારા પર જોરદાર ‘થપ્પડ’છે આ ફિલ્મ, તાપસી જીતી લેશે તમારુ દિલ

01:59 PM Feb 28, 2020 | Bansari |
Advertisement

GSTV

વિક્રમ એક એવું વ્યક્તિત્વ છે જે જીવનના પોતાના સંઘર્ષો સાથે આગળ વધી રહ્યો છે. તે ખૂબ જ સારો વ્યક્તિ છે, પરંતુ એક મામૂલી ઉશ્કેરાટ પર તે એવા પતિમાં તબદીલ થઇ જાય છે, જે સમાજના હિસાબે બિલકુલ યોગ્ય છે પરંતુ એક પત્ની એટલે કે મહિલાની ગરિમા પર એક જોરદાર થપ્પડ છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે લખ્યું છે કે, ડાયરેક્ટર અનુભવ સિન્હાએ ફરી એકવાર એક સ્ટ્રોન્ગ મેસેજ આપ્યો છે, અનુભવનું અત્યાર સુધીનું સૌથી શાનદાર કામ ‘થપ્પડ’માં જોવા મળ્યું છે. સાથે જ તાપસીએ પણ શાનદાર પરફોર્મન્સથી ફરી એકવાર દર્શકોનું દિલ જીતી લીધું છે.

ફિલ્મની સ્ટોરી

ફિલ્મ શરૂ થાય છે તાપસી અને વિક્રમના ખિલખિલાટ કરતા જીવનથી. પરંતુ એક સમય એવો આવે છે જ્યારે પુરુષ અને મહિલા વચ્ચે થતો ભેદભાવ સ્પષ્ટપણે દેખાવા લાગે છે. પુરુષ પ્રધાન સમાજનો મહિલાને લઇને એક અલગ દ્રષ્ટિકોણ છે. તેને જ બદલવાનો એક પ્રયાસ છે ‘થપ્પડ’.

એક ઇવેન્ટમાં વિક્રમ પોતાની પત્ની અમૃતા એટલે કે તાપસીને થપ્પડ મારી દે છે. તે બાદ પતિ માટે પોતાનું કરિયર દાંવ પર લગાવનાર અમૃતા માટે એક જ ક્ષણમાં ઘણું બધુ બદલાઇ જાય છે. તે એક ડાન્સર બનવા માગે છે પરતુ ઇતિહાસનું ફરી એકવાર પુનરાવર્તન થાય છે. એક સમય એવો હતો જ્યારે અમૃતાની મા રત્ના પાઠક શાહ પણ સિંગર બનવા માગતી હતી પરંતુ પતિના કરિયર માટે તે પોતાનુ કરિયર બરબાદ કરી નાંખે છે. પરંતુ અમૃતા થોડો સમય ચૂપ રહીને પતિ વિરુદ્ધ જઇને વકીલને મળે છે અને કંઇક એવું કરવા માટે સમાજને મજબૂર કરે છે જે કોઇને સ્વીકાર્ય નથી.

તાપસીનું દમદાર પરફોર્મન્સ

અમૃતાના ચહેરા પર જે થપ્પડ પડ્યો છે તે સમાજ માટે કેટલો ઘાતક છે, આ જ આ ફિલ્મની સ્ટોરી છે. આ ફિલ્મમાં અન્ય પાંચ મહિલાઓની કહાની પણ સાથે ચાલે છે. થપ્પડ પોતાના સમયની એક મહત્વપૂર્ણ ફિલ્મ છે. જે દરેક મહિલાની સાથે દરેક પુરુષે પણ જોવી જરૂરી છે. તાપસી પન્નૂ એક સમર્થ અભિનેત્રી છે પરંતુ ‘થપ્પડ’માં તાપસીનું એક અનોખુ રૂપ સામે આવ્યું છે.

Advertisement

તાપસીના પતિનું કિરદાર ભજવનાર પાવેલે પોતાની પહેલી જ ફિલ્મમાં સાબિત કરી દીધું છે કે તે એક સમર્થ કલાકાર છે. તેના કિરદારમાં અનેક શેડ છે. તે એક એવા પતિનું પાત્ર ભજવી રહ્યો છે જે પોઝીટીવ હોવા છતાં તે ક્યાં ખોટો છે તે વાતનો અહેસાસ તેને નથી. આવા કિરદારને રૂપેડી પડદે કંડારવુ ખૂબ જ મુશ્કેલ હતું પરંતુ પાવેલે કુશળતાથી આ કામ કર્યુ છે.

Read Also

The post Thappad Movie Review: પુરુષ પ્રધાન સમાજની વિચારધારા પર જોરદાર ‘થપ્પડ’ છે આ ફિલ્મ, તાપસી જીતી લેશે તમારુ દિલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next