Advertisement

જો ડ્યુટી ઘટશે તો ભારતમાં આટલી સસ્તી થઇ જશે Teslaની ગાડીઓ, હાલ લાગે છે 60 થી 100% ટેક્સ

07:24 PM Oct 22, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

દેશમાં Teslaની ઇલેક્ટ્રિક કારોની ઉત્સુકતાથી રાહ જોવાઈ રહી છે. પરંતુ, હજુ તેની ઈમ્પોર્ટ ડ્યુટી આયાત અટવાઈ છે. સરકારે એલન મસ્કના માલિકી હક્ક વાળી Tesla Inc.ની કારો પર ઈમ્પોર્ટ ડ્યુટી ઓછી કરવાના સંકેત આપ્યા છે પરંતુ જો તે ખરેખર સાકાર થાય છે તો ભારતમાં ટેસ્લાની ગાડીઓ કેટલી સસ્તી થઇ જશે ચાલો જાણીએ…

ભારત લકઝરી કારોની આયાત પર સૌથી વધુ ઈમ્પોર્ટ ડ્યુટી વસુલ કરતા દેશો માંથી એક છે. ઇલેક્ટ્રિક ગાડીઓ મામલે પણ ખાસ્સી ઈમ્પોર્ટ ડ્યુટી વસુલ કરે છે. દેશમાં હાલ 40,000 ડોલર લગભગ 30 લાખ રૂપિયા સુધીની કિંમત વળી ઇલેક્ટ્રિક કારો પર 60% અને તેના કરતા વધુની કિંમત વાળી કારો પર 100% ઈમ્પોર્ટ ડ્યુટી વસુલ કરવામાં આવે છે.

Tesla ની ગાડીઓના ભાવ

જો વાત Teslaની ગાડીઓની કરીએ તો તેના મોડેલની પ્રાઇસ રેન્જ 39,990 ડોલર એટલે લે અંદાજે 30 લાખ રૂપિયાથી શરૂ થઇ ને 1, 29,990 ડોલર એટલે કે અંદાજે 97.1 લાખ રૂપિયા સુધીની છે. કંપનીના 4 મોડલ Model 3, Model Y, Model X અને Model S છે. તેમાં સૌથી ઓછી કિંમત Model 3 ની છે જે અમેરિકામાં 39,990 ડોલરથી લઈને 56,990 ડોલર એટલે કે લગભગ 42.5 લાખ રૂપિયા સુધી મળે છે.

ભારતમાં જોવા મળે છે આ Tesla

તાજેતરમાં જ દેશના ઘણા રસ્તાઓ પણ Teslaની ગાડીઓ દોડતી જોવા મળી છે. તેમાં કંપનીની કારોના અનેમ મોડલ જોવા મળ્યા/ પરંતુ સૌથી કોમન મોડલ Model 3 રહ્યું જે સિંગલ ચાર્જમાં 500 કિલોમીટર સુધી દોડી શકે  છે. તેમાં ડ્યુઅલ ઇલેક્ટ્રિક મોટર છે જે લગભગ 450hpનો પાવર આપે છે.

આટલી મોંઘી પડશે ટેસ્લાની કાર

Advertisement

હવે જો ઈમ્પોર્ટ ડ્યુટીની ગણતરી કરવામાં આવે તો Teslaનું સૌથી સસ્તું મોડેલ Model 3ના માત્ર બેઝ મોડલ પર જ 60% નો ટેક્સ લાગશે. એટલે લગભગ 30 લાખની આ ગાડી માત્ર ટેક્સ સાથે 48 લાખ રૂપિયામાં પડશે. જો તેના લોન્ગ રેન્જ વેરિયંટની વાત કરવામાં આવે તો અમેરિકામાં તેની કિંમત 49,990 ડોલર એટલે કે અંદાજિત 37.34 લાખ રૂપિયા છે જે ભારતમાં 75.5 લાખ રૂપિયા સુધીની હશે.

જો ડ્યુટી ઘટશે તો શું હશે કિંમત?

જો ટેસ્લાની કાર પર લાગતી ઈમ્પોર્ટ ડ્યુટીમાં 10%નો ઘટાડો કરવામાં આવે છે તો ભારતમાં Model 3ના બેઝ મોડલની કિંમત 45 લાખ રૂપિયા સુધીની અને જો 20% નો ટેક્સ ઘટાડવામાં આવે છે તો 42 લાખ રૂપિયા સુધીની કિંમત થઇ જશે. તો, આ Model 3 ના રોપ વેરિયંટની કિંમત 10% ટેક્સ ઘટાડા સાથે ભારતમાં લગભગ 80.75 લાખ રૂપિયા સુધી અને 20% સુધીના ટેક્સ ઘટાડા સાથે 76.5 લાખ રૂપિયા થઇ જશે.

ટેસ્લાના અન્ય મોડેલ્સની કિંમત

આ જ ટેક્સ સિસ્ટમના હિસાબે જોવા જઈએ તો ટેસ્લાના અન્ય મોડલમાં Model Y ના બેઝ મોડેલની કિંમત અમેરિકામાં 53,990 ડોલર એટલે કે લગભગ 40 લાખ રૂપિયા છે તે ભારતમાં 80 લાખ રૂપિયા સુધીની હશે. Model Xના બેસ મોડલની કિંમત 99,990 ડોલર એટલે કે લગભગ 74.6 લાખ રૂપિયા છે જેની બારાતમાં કિંમત 1.5 કરોડ રૂપિયા સુધીની થઇ જશે. તો Model Sના બેસ મોડલની કિંમત 89,990 ડોલર એટલે કે લગભગ 67.2 લાખ રૂપિયા છે જે ભારતમાં ટેક્સ સાથે 1.3 કરોડ રૂપિયા સુધીની થઇ જશે.

અન્ય મોડેલની શું હશે કિંમત

જો ટેક્સનું આ જ ગણિત ટેસ્લાના અન્ય મોડેલ્સના બેઝ વેરિયંટ પર ગણવામાં આવે તો 10% ટેક્સ ઓછો થતા Model Y ની કિંમત 76 લાખ રૂપિયા સુધી અને 20% ટેક્સ ઘટાડો થાય છે તો 72 લાખ રૂપિયા થઇ જાય છે. Model X ની કિંમત 10% ટેક્સ ઘટાડા સાથે 1.41 કરોડ રૂપિયા અને 20% ટેક્સ ઘટાડા સાથે 1.34 કરોડ રૂપિયા થઇ જાય છે. આ ઉપરાંત Model Sની પ્રાઈઝ 10% ટેક્સ ઘટાડા સાથે 1.27 કરોડ રૂપિયા અને 20% ટેક્સ ઘટાડા સાથે 1.20 કરોડ રૂપિયા થઇ જાય છે.

35 લાખ રૂપિયામાં મળશે ટેસ્લા

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ તાજેતરમાં જ એક ઇવેન્ટમાં કહ્યું હતું કે જો ટેસ્લા ભારતમાં પોતાનું મેન્યુફેક્ચરિંગ કરે છે. તો સામાન્ય નાગરિક માટે ટેસ્લાની ઇલેક્ટ્રિક કારની પ્રાથમિક કિંમત 35 લાખ રૂપિયા સુધીની રહેશે. આ રીતે જોવા જઈએ તો સરકારની ઘણા ખરા અંશે ઈચ્છા Make in Indiaને પ્રોત્સાહન આપવાનું છે. તો, તાજેતરમાં જ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે સંકેત આપ્યા હતા કે ટેસ્લાને ઈમ્પોર્ટ ડ્યુટીમાં છૂટી મળી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post જો ડ્યુટી ઘટશે તો ભારતમાં આટલી સસ્તી થઇ જશે Teslaની ગાડીઓ, હાલ લાગે છે 60 થી 100% ટેક્સ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next