Advertisement

OMG! એકબીજાની એકદમ કૉપી લાગે છે આ ત્રણ બહેનો, ત્રણેયને એક સાથે જોઇને બોયફ્રેન્ડ પણ થઇ જાય છે કન્ફ્યૂઝ

01:37 PM Oct 06, 2021 | Bansari |
Advertisement

GSTV

માનવીની તુલના કોઇની સાથે ન થઇ શકે. કુદરત ક્યારે કેવી કમાલ કરી દે તેનો અંદાજ લગાવવો ઘણીવાર મુશ્કેલ થઇ જાય છે. આ જ સિલસિલામાં તમે જુડવા અને તિડવા બાળકો વિશે જોયુ કે સાંભળ્યુ હશે. પરંતુ હવે અમે તમને જે જણાવી રહ્યાં છીએ તે વિશે ઘણાં લોકો નહીં જાણતા હોય. અહીં વાત કરીએ એક સાથે પેદા થયેલી ત્રણ બહેનોની જેનો ચહેરો, કદ-કાઠી અને ઉંમર બધુ જ એક સમાન છે. ચોંકાવનારી વાતની સાથે પરેશાની તો એ છે કે ત્રણેયના બોયફ્રેન્ડ પણ ઘણીવાર કન્ફ્યૂઝ થઇ જાય છે કે તેમની ગલ્ફ્રેન્ડ આમાંથી કઇ છે.

ત્રણેય બહેનોની અજબ કહાની

ભગવાનની લીલા અપરંપાર છે. અત્યાર સુધી જુડવા બહેનો કે ભાઇઓ વિશે સાંભળ્યુ હશે. પરંતુ બ્રિટનમાં રહેતી આ ત્રણેય બહેનો ઇન્ટરનેટ પર સેન્સેશન બની ચુકી છે.

ટેરી ટ્રિપલેટ્સ

હકીકતમાં આ ત્રણેય બહેનો બ્રિટનના કેંટની છે. એક રિપોર્ટ અનુસાર તેમનું નામ સેરેના, કેલે અને એલિસ ટેરી છે. આ ત્રણેય બહેનો ટેરી ટ્રિપલેટ્સના નામે ફેમસ છે. ઘણીવાર તો તેમના નજીકના લોકો પણ કન્ફ્યૂઝ થઇ જાય છે.

બધુ જ એક જેવું

ટેરી ટ્રિપલેટ્સ હંમેશા ખુશ રહે છે પરંતુ આ ત્રણેયનો એક સમાન ચહેરો હોવાના કારણે ઘણીવાર તેમને ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે. ત્રણેય પોતાના મોટાભાગના કામ એક સાથે કરે છે. ત્રણેય બહેનો એક સાથે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. આ ઉપરાંત તેઓ ઘણીવાર એક જેવા કપડા પણ પહેરે છે, એક જેવો મેકઅપ કરે છે અને વાળો કલર પણ એક જેવો રાખે છે.

સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

Advertisement

આ બહેનોનું ઇન્સ્ટાગ્રામ પર Teri.Triplets નામનું એકાઉન્ટ છે. અહીં તે સતત પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે. તે જ સમયે, તેના ટિકટોક પર લગભગ 10 લાખ ફોલોઅર્સ પણ છે. આ બહેનો કેટલીક બ્રાન્ડ્સને એન્ડોર્સ પણ કરે છે.

મજબૂત છે રિલેશન

રિપોર્ટ અનુસાર, સેરેના, કેલે અને એલિસનો એક સમાન ચહેરો તેમના બોયફ્રેન્ડને શંકામાં મૂકે છે. જો કે અત્યારે આ ત્રણમાંથી માત્ર એક જ રિલેશનશિપમાં છે, પરંતુ આ પહેલા એવું થયું જ્યારે તેમના બોયફ્રેન્ડ કન્ફ્યૂઝ હતા કે ત્રણમાંથી તેની ગર્લફ્રેન્ડ કોણ છે. જોકે આ ત્રણેય બહેનો વચ્ચેનું બંધન ઘણું મજબૂત છે. આ કારણે તેમના સંબંધોને અસર થતી નથી.

Read Also

The post OMG! એકબીજાની એકદમ કૉપી લાગે છે આ ત્રણ બહેનો, ત્રણેયને એક સાથે જોઇને બોયફ્રેન્ડ પણ થઇ જાય છે કન્ફ્યૂઝ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next