Advertisement

જલંધરની સીમમાં બાળકની બહાદુરી, અજગરનાં મ્હો પર મુક્કા મારીને પોતાનો પગ છોડાવ્યો

08:19 AM Oct 18, 2021 | Damini Patel |
Advertisement

GSTV

માળિયા હાટિના તાલુકાના જલંધર ગામની સીમમાં એક દાસ વર્ષનો બાળક ખેતરમાં રમતો હતો. ત્યારે એક અજગરે તેનો પગ પકડી તેનો શિકાર કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકે હિંમતભેર અજગરના મો પર મુક્કા મારી પોતાનો પગ તેના મોઢામાંથી છોડાવી લીધો હતો.બાળકને ઇજા થતાં તેને સારવારમાં ખસેડાયો હતો. આ અંગે જાણ થતા વનતંત્રએ અજગરનું તાકીદે રેસ્ક્યુ કર્યું હતું.

આ અંગેની વધુ વિગત મુજબ માળિયા તાલુકાના જલંધર ગામની સીમમાં રહેતા જિલ્લા પંચાયતના સભ્ય મધુબેન વરજાંગભાઇ કરમટાનો દસ વર્ષનો પુત્ર આશિષ પોતાનું ઘર અને ખેતર બંને એક જ હોય જેથી સવારમાં ઊઠીને પોતાના ખેતરમાં રમતો હતો. ત્યાં અચાનક જ શિકારની શોધમાં ચડી આવેલા ૧૪ ફુટના અજગરે આશિષના શિકારનો પ્રયાસ કર્યો હતો.

અજગરનાં મ્હો પર મુક્કા મારીને પોતાનો પગ છોડાવ્યો

અજગરે આશિષને પગેથી પકડી લીધો હતો. શિકાર કરવાનો પ્રયાસ કરે તે પહેલા જ આશીષે પણ હિંમતભેર અજગરના મો પર મુક્કા મારી તેનો સામનો કર્યો હતો.અને પગ અજગર ના મુખમાંથી છોડાવી પોતાનો જીવ બચાવી લીધો હતો. બાદમાં આશિષ તુરંત જ તેના પિતા પાસે જઇ અને સમગ્ર બાબત અંગે વાકેફ કર્યા હતાં.તેના પિતાએ તુરંત જ વન વિભાગને જાણ કરતા વન વિભાગે આવી મહાકાય અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું. આશિષને પગમાં ઇજા થતા સારવાર માટે મેંદરડા ખસેડાયો હતો. જ્યાં તબીબના જણાવ્યા મુજબ ઇજાગ્રસ્ત બાળકને પગના ભાગે અજગરે ૨૦ દાત બેસાડી દીધા હતા.

ગીરની બોર્ડર પરના બાળકોની હિંમત પણ કાબિલેદાદ હોય છે. બાળકના પિતા માલધારી હોવાથી અવારનવાર પોતાના પિતા સાથે રહી જંગલના પ્રાણીઓ વિશે વાતો સાંભળતો જેથી કયા પ્રાણી સાથે કેવું વર્તન કરવું અને હુમલો કરે તો તેનો બચાવ કેવી રીતે કરવો તે વાત અગાઉ તેણે સાંભળેલી હતી. અજગરના હુમલા બાદ તુરંત જ તે વાત આશિષને મગજમાં આવી ગઈ મગર કે અજગર હુમલો કરે અથવા શિકારનો પ્રયાસ કરે તો તુરંત જ તેને માથાના ભાગે મારવું જેથી તે શિકારને છોડી દે છે તે જ વાત મુજબ આશિષે અજગરને નજીકમાં રહેલો પથ્થર લઈને માથાના ભાગે માર્યો તો તુરંત જ અજગરે તેનો પગ છોડી દીધો. પણ જો આ બાળકે હિંમતભેર અજગરનો સામનો ન કર્યોે હોત તો કદાચ બાળકનો જીવ જોખમમાં મુકાયો હોત. પણ બાળકે હિંમતભેર અજગરનો સામનો કરી પોતાનો જીવ બચાવ્યો હતો.

Advertisement

Read Also

The post જલંધરની સીમમાં બાળકની બહાદુરી, અજગરનાં મ્હો પર મુક્કા મારીને પોતાનો પગ છોડાવ્યો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next