Advertisement

લાચાર શિક્ષકો/ કોર્પોરેશનની ચૂંટણીમાં જોતરાયેલા શિક્ષકોને ભથ્થા નહીં મળતા મુંઝાયા, ચૂંટણીનો ખર્ચ ચુકવી દીધો, પણ આમને આપવા રૂપિયા નથી

08:36 AM Oct 23, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહમાં ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાઇ હતી જેમાં વર્ગ-૪થી લઇને આરઓ સુધીના કુલ ૧૫૦૦ જેટલા કર્મચારીઓને જોતરવામાં આવ્યા હતા આ ઉપરાંત પોલીસને પણ ખાસ ડયુટી આપવામાં આવી હતી. હવે ચૂંટણી પુર્ણ થયે ૨૦ દિવસથી વધુનો સમય થઇ ગયો છે અને સામે તહેવારો આવી રહ્યા છે તેમ છતા શિક્ષકો સહિત અન્ય કર્મચારીઓને ચૂંટણીમાં ફરજની સામે ભથ્થા આપવામાં આવ્યા નથી.

ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી જેમાં ગાંધીનગર સિવાય બહારના તાલુકાના સ્ટાફને ફરજ સોંપવામાં આવી હતી. સામાન્યરીતે ચૂંટણીમાં કામગીરી કરવાની સામે ચૂંટણી તંત્ર દ્વારા વર્ગ-૪થી લઇને વર્ગ-૧ સુધીના કર્મચારીઓને વળતર રૃપે ભથ્થુ આપતા હોય છે.કોર્પોરેશનની ચૂંટણી હોવાથી ગાંધીનગર કોર્પોરેશન દ્વારા આ ચૂંટણી નિમિત્તે રૃપિયા ૮૫ લાખ રૃપિયા ચૂંટણી તંત્રને આપી દિધા છે. જેમાં ચૂંટણીલક્ષી ખર્ચા ઉપરાંત ઇલેક્શનમાં કામ કરતા કર્મચારીઓના ભથ્થાનો પણ સમાવેશ થાય છે તેમ છતા ચૂંટણી તંત્ર દ્વારા કર્મચારીઓને ભથ્થા ચુકવવામાં આવ્યા નથી. ખાસ કરીને  શિક્ષકો  કે જે ચૂંટણીમાં ખુબ જ મહત્વની ભુમિકા ભજવતા હોય છે તેમને ભથ્થા આપવામાં નહીં આવતા શિક્ષક વર્તુળમાં કચવાટ થયો છે. આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે સત્વરે આ ભથ્થા મળી રહે તે માટે માંગણી ઉગ્ર બની છે તો બીજીબાજુ ચૂંટણીમાં કામગીરી કરવા સામે જરૃરી રજા પણ મળતી હોય છે પરંતુ તે બાબતે પણ કોઇ સ્પષ્ટતા શિક્ષકોને થઇ નથી જેનાથી પણ ચૂંટણીમાં જોતરાયેલા શિક્ષકોમાં અસમંજસ છે. 

READ ALSO

The post લાચાર શિક્ષકો/ કોર્પોરેશનની ચૂંટણીમાં જોતરાયેલા શિક્ષકોને ભથ્થા નહીં મળતા મુંઝાયા, ચૂંટણીનો ખર્ચ ચુકવી દીધો, પણ આમને આપવા રૂપિયા નથી appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next