Advertisement

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ‘બબીતા જી’ની પહેલા હતી માત્ર 125 રૂપિયા સેલરી ! હવે છે કરોડોની માલકિન

03:27 PM Sep 10, 2021 | Damini Patel |
Advertisement

GSTV

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ છેલ્લા 13 વર્ષથી લોકોના દિલો પર રાજ કરે છે. શો એટલો પોપ્યુલર છે કે એના તમામ કિરદાર લોકોને અસલી લાગવા લાગ્યા છે. તમામ કેરેક્ટર પણ મોટા ટીવી સ્ટાર બની ગયા છે. TMKOCની બબીતા જીના માત્ર જેઠાલાલ જ નહીં પરંતુ એમના ફેન્સ પણ દીવાના છે. ગયા દિવસોમાં તેઓ શોના ટપ્પુ એટલે રાજ અનાદકતની સાથે ડેટિંગની ખબરને લઇ ચર્ચામાં છે. શું તમે જાણો છો કે આજે ટીવીની મોસ્ટ પોપ્યુલર એક્ટ્રેસ એક સમય ખુબ ઓછા પૈસામાં કામ કરવા તૈયાર થઇ ગઈ હતી. આજે અમે ‘બબીતા જી’ એટલે મુનમુન દત્તાની પહેલી કમાણી કરી હતી.

6 વર્ષની ઉમરમાં કર્યું હતું પહેલું કામ

મુનમુન દત્તા પોતાની ખુબસુરતી, સ્ટાઇલ અને એક્ટિંગને લઇ લાઈમલાઈટમાં રહે છે. સોશિયલ મીડિયા પર એમનો ગ્લેમરસ અંદાજ હંમેશા વાયરલ થાય છે. પરંતુ આજની સ્તરે માત્ર 125 રૂપિયા લઇને પણ કામ કર્યું હતું. હા. એક ઇન્ટરવ્યૂમાં મુનમુન દત્તાએ જણાવ્યું હતું કે જયારે તે 6 વર્ષની હતી ત્યારે એક્ટિંગ કરી ચુકી હતી. ત્યારે એમને પહેલી સેલરી 125 રૂપિયા મળી હતી. જણાવી દઈએ કે મુનમુન દત્તાએ ટીવીની દુનિયામાં 2005માં પહેલું પગલું મૂક્યું હતું.

હવે એકના મળે છે આટલા વધુ પૈસા

આજની તારીખમાં મુનમુન દત્તા ટીવીની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંની એક છે. તે હવે એક એપિસોડ માટે 35 થી 50 હજાર રૂપિયા લે છે. એક મીડિયા અહેવાલ મુજબ મુનમુન દત્તાની કુલ સંપત્તિ 14 કરોડ છે અને તે ખૂબ જ શાહી જીવન જીવે છે.

Read Also

Advertisement

The post તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ‘બબીતા જી’ની પહેલા હતી માત્ર 125 રૂપિયા સેલરી ! હવે છે કરોડોની માલકિન appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next