Advertisement

કર્મચારીઓને નોકરીમાં આ ચીજ અપાય તો મુકાઇ શકે મોટી મુશ્કેલીમાં, અહીં સફાઇ કામદારોનો પગાર થઇ ગયો અડધો!

08:08 AM Oct 19, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બે ઝોનમાં સફાઈનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે અહીં સફાઈ કામદારોને સ્માર્ટ વોચ આપવામાં આવી છે અને તેની હાજરીથી જ પગાર પણ ચુકવવામાં આવી રહયો છે ત્યારે મોટા ભાગના સફાઈ કામદારોનો પગાર અડધો આવ્યો છે તો ઘણાને નામ પૂરતો જ પગાર મળ્યો છે આવી સ્થિતિમાં રોષે ભરાયેલા કામદારોએ કોર્પોરેશન તંત્રને રજૂઆત કરીને ન્યાયની માંગણી કરી છે.

સ્માર્ટ વોચથી હાજરી અને લોકેશન તેમજ કયા-કયા વિસ્તારમાં સફાઈ થઈ છે તે જાણી શકાય છે

રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં મહાનગરપાલિકા પાસે સફાઈ સિવાય અન્ય કોઈ મહત્વની જવાબદારી નથી ત્યારે સફાઈની આ કામગીરીમાં સુદ્રઢતા આવે તે માટે બે ઝોનમાં સફાઈની વહેંચણી કરીને ગાંધીનગરમાં કામ કરતાં આ સફાઈ કામદારોને સ્માર્ટ વોચ આપવામાં આવી છે. જેના થકી સફાઈ કામદારોની હાજરી અને લોકેશન તેમજ કયા-કયા વિસ્તારમાં સફાઈ થઈ છે તે બાબતે સરળતાથી જાણી શકાય છે.

એટલું જ નહીં કોર્પોરેશને એજન્સીના આ સફાઈ કામદારોની સાથે સફાઈની કામગીરી સાથે સંકળાયેલા અન્ય અધિકારી, કર્મચારીઓને પણ સ્માર્ટ વોચ આપી છે જેના કારણે તેમની પણ કામગીરી ઉપર નજર રખાઈ રહી છે ત્યારે સ્માર્ટ વોચના કારણે હાલ સફાઈ કામદારોનો પગાર કપાઈ રહ્યો છે.

તહેવારોની સ્થિતિ વચ્ચે પુરતો પગાર નહી મળતાં સફાઈ કામદારોમાં ભારે રોષ

કોર્પોરેશનમાં કામ કરતાં આ કર્મચારીઓનો આ મહિનાનો પગાર અડધો અથવા તો નામ પૂરતો આવ્યો છે. તહેવારોની સ્થિતિ વચ્ચે પુરતો પગાર નહી મળતાં સફાઈ કામદારોમાં ભારે રોષ ફેલાયો છે અને આ મામલે કોર્પોરેશન તંત્રને રજૂઆત કરી ન્યાય માટે માંગણી કરી છે. અગાઉ પણ સ્માર્ટ વોચને કારણે આ સફાઈ કામદારો હડતાલ ઉપર ઉતરી ગયા હતા ત્યારે આગામી દિવસોમાં પણ આ સ્થિતિનુ પુનરાવર્તન થાય તો નવાઈ નહીં.

READ ALSO :

Advertisement

The post કર્મચારીઓને નોકરીમાં આ ચીજ અપાય તો મુકાઇ શકે મોટી મુશ્કેલીમાં, અહીં સફાઇ કામદારોનો પગાર થઇ ગયો અડધો! appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next