Advertisement

મતદારયાદી સુધારણા-૨૦૨૨ માટેનો કાર્યક્રમ જાહેર, સુરત જિલ્લા કલેક્ટરે જાહેર કર્યો એક્શન પ્લાન

11:25 PM Oct 28, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

મતદારયાદી સુધારણા-૨૦૨૨ માટેનો કાર્યક્રમ જાહેર કરાયો. જે અંગેની માહિતી આપવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં તા. ૫/૦૧/૨૦૨૨ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.

જિલ્લા કલેકટરે જણાવ્યું કે, મતદારોમાં નામ દાખલ, કમી કે વિગતોમાં સુધારા માટેના ઓનલાઈન માધ્યમો દ્વારા પણ કરી શકાશે. મતદારયાદીમાં નામ છે કે નહી તેની ચકાસણી કરવા અને નામ દાખલ, કમી અને સુધારાની નવી અરજીઓ કરી શકશે.

Voter helpline app મોબાઈલ એપ્લીકેશન પરથી મતદારયાદીમાં નામ છે કે, નહિ તેની ચકાસણી કરવા અને નામ દાખલ, કમી અને સુધારાની નવી અરજીઓ કરી શકાશે. હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પરથી મતદારયાદી માટેની માહિતી મેળવી શકાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post મતદારયાદી સુધારણા-૨૦૨૨ માટેનો કાર્યક્રમ જાહેર, સુરત જિલ્લા કલેક્ટરે જાહેર કર્યો એક્શન પ્લાન appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next