Advertisement

ગામડાના વિદ્યાર્થીની સિદ્ધિ / નવમા ધોરણ સુધી ઠોઠ હતો એ વિદ્યાર્થી પહોંચ્યો અમેરિકાની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં

04:16 PM Oct 18, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ એ જ મોટી સિદ્ધી સમાન ગણાય છે. ત્યારે સુરતના એક વિદ્યાર્થીએ આ સિદ્ધી પ્રાપ્ત કરી છે. તેને અમેરીકામાં તેના  રિસર્ચના આધારે ઓક્સફોર્ડ યુનિવસટીમાં સીધો પીએચ.ડી.માં પ્રવેશ મળ્યો છે.

મૂળ સૌરાષ્ટ્રનાં ગારિયાધારના વાવડી ગામના વતની અને હાલ સુરતમાં વરાછા રોડ પર વિઠ્ઠલ નગર સોસાયટીમાં રહેતા ધનસુખભાઇ ગુજરાતીના ૨૧ વર્ષના પુત્ર પ્રિયાંશે ધો.૧ થી ૭ સુધી પી.પી.સવાણી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. બાદમાં આગળના અભ્યાસ માટે બેંગ્લોર ગયો હતો. ધો.૧૨ સુધી બેંગલોરમાં સ્ટડી કર્યા બાદ અમેરિકાની ટાઉસન યુનિવર્સીટીમાં કેમેસ્ટ્રીમાં બેચલર ડિગ્રી મેળવી. હતી. તેના રિસર્ચને આઠ એવોર્ડ પણ મળ્યા હતા. તેના ત્રણ લેખ અમેરિકાનાં જનરલમાં પ્રસિદ્ધ થયા હતા. તેના અમેરિકાના રિસર્ચનાં આધારે જ તેને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સીધો પ્રવેશ મળ્યો હતો. તેને ઓર્ગેનિક કેેમેસ્ટ્રીમાં પીએચ.ડી. માટે એડમીશન મળ્યુ છે.

પ્રિયાંશના પિતા ધનસુખભાઇના જણાવ્યા અનુસાર પ્રિયાંશ ધો.૧ થી ૯ સુધી ખૂબ તોફાની અને ભણવામાં ઠોઠ હતો, પરંતુ ધો.૧૦ બાદ તેની તેજસ્વિતા નીખરી હતી. રાત્રે દોઢ વાગ્યે જ્યારે ઓક્સફોર્ડ યુનિવર્સીટીમાં પ્રવેશ મળ્યાના તેણે ન્યુઝ આપ્યા ત્યારે પરિવારમાં મધ્યરાત્રિએ ખુશીનું અજવાળુ પથરાય ગયુ હતુ. નોંધનિય છે કે પ્રિયાંશ સારો તબલા વાદક પણ છે. ઓક્સફર્ડમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ દ્વારા દેશનું નામ રોશન કરવાનો પ્રિયાંશનો ઇરાદો હોવાનું તેણે કહ્યુ હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post ગામડાના વિદ્યાર્થીની સિદ્ધિ / નવમા ધોરણ સુધી ઠોઠ હતો એ વિદ્યાર્થી પહોંચ્યો અમેરિકાની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next