Advertisement

તંત્રની ખુલી પોલ/ સુરતમાં એટલી બદતર સ્થિતિ છે કે શબવાહીનીઓ ખૂટી પડી, કોવિડ ડેડ બોડી લાવવા સ્કૂલ વાનનો ઉપયોગ

03:28 PM Apr 21, 2021 | Bansari
Advertisement

GSTV

સુરતમાં કોરોનાના કાળા કેરના કારણે સુરતની સ્થિતિ ગંભીર બની છે. સ્થિતી એટલી બદતર બની છે કે  સુરત મહાનગરપાલિકાની સબવાહીની પણ ખૂટી પડી છે.જેના પગલે હાલ બંધ પડેલી સ્કૂલ વેનનો ઉપયોગ કોવિડ અને નોન કોવિડની ડેડ બોડી લાવવાના ઉપયોગમાં કરવામાં આવી રહી છે.પરંતુ વાસ્તવિકતા પર પડદો પાડવાનો પાલિકા દ્વારા જાણે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વાન પર લખવામાં આવેલ “સ્કૂલવાન “શબ્દને પણ સ્ટીકર વડે ઢાંકી દેવામાં આવી રહ્યું છે.

કોન્ટ્રાકટરના માણસોની દાદાગીરી

એટલું જ નહીં પરંતુ મીડિયા જ્યારે આ બાબતે કવરેજ કરે છે ત્યારે જે તે કોન્ટ્રાકટરના માણસોની દાદાગીરી પણ સામે આવી રહી છે. આવામાં શહેરની સાચી વાસ્તવિકતા દર્શાવતા દ્રશ્યો પર પડદો પાડવાનો ક્યાંકને ક્યાંક પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનુ લાગી રહ્યુ છે. સુરત નવી  સિવિલ હોસ્પિટલના પોસ્ટ- મોર્ટમ રૂમ બહાર જ્યારે ડેડ બોડી લઈ આવેલી સ્કૂલવેનની સાચી હકીકત દર્શાવવાનો જીએસટીવીની ટીમે પ્રયાસ કર્યો. ત્યારે વાનના ચાલકે ટીમને કવરેજ કરવાથી અટકાવી હતી.વાનના ચાલકનું કહેવું હતું કે પહેલા ગાંધીનગરથી પરમિશન લઈ આવો ત્યારબાદ કવરેજ કરો.

Read Also

The post તંત્રની ખુલી પોલ/ સુરતમાં એટલી બદતર સ્થિતિ છે કે શબવાહીનીઓ ખૂટી પડી, કોવિડ ડેડ બોડી લાવવા સ્કૂલ વાનનો ઉપયોગ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next