Advertisement

મારતા મારતા ચીંધી ગયા નવી રાહ / સુરતના વેપારીએ મૃત્યુ બાદ આપ્યું 6 લોકોને નવજીવન

10:53 PM Sep 22, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

ઓર્ગન ડોનેશનમાં અગ્રેસર સુરતે ફરી એકવખત ઓર્ગન ડોનેટ કરીને 6 લોકોને નવું જીવન આપ્યું છે. સુરતના બ્રેઇન ડેડ થયેલા વેપારીના અંગોનું દાન કરીને સમાજને એક નવી રાહ ચીંધી છે.

પંચ તત્વોનું શરીર જો મૃત્યુ બાદ પણ કોઇને કામ આવી શકે તો તેનાથી વિશેષ બીજુ શું હોય શકે. સુરતના બ્રેન ડેડ થયેલા એબ્રોઇડરીના વેપારી મનિષ શાહના પરિજનોએ આવો જ ઉત્કૃષ્ઠ નિર્ણય લીધો.

જે બાદ ઓર્ગેન ડોનેટ કરાવતી સંસ્થાએ ગ્રીન કોરિડોર થકી બ્રેન ડેડ થયેલા મનિષ શાહના ફેફસાને 1625 કિલોમીટર દુર કોલકત્તા હવાઇ માર્ગે મોકલાવ્યા.જે અંતર માત્ર 190 મિનિટમાં કાપીને કોલકત્તામાં એક યુવકને નવું જીવન અપાયું.

આવી જ રીતે મનીષ શાહની બંને કિડની પૈકી એક કિડની વડોદરાના ૪૪ વર્ષીય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઇ. જ્યારે બીજી કિડની અમદાવાદના 29 વર્ષીય યુવકમાં. જ્યારે લિવર વડોદરાના 21 વર્ષીય યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

Advertisement

સુરતના બ્રેન્ડેડ એમ્બ્રોડરી વેપારીના પુત્ર અને ઘરના સભ્યોએ પોતાના મોભીનું અંગદાન કરી સમાજમાં એક માનવતા મહેકાવી છે. પરિવારજનો આજે દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે પરંતુ તેની સાથે પોતાના મોભીના અંગોનું દાન કરી ગર્વભેર લાગણી પણ અનુભવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post મારતા મારતા ચીંધી ગયા નવી રાહ / સુરતના વેપારીએ મૃત્યુ બાદ આપ્યું 6 લોકોને નવજીવન appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next