Advertisement

જનાધારને બદલે મળ્યો જનાક્રોશ / પોતાના વિસ્તારની જ મુલાકાતે આવેલા મંત્રીનું પ્રજાએ અપશબ્દો દ્વારા સ્વાગત કર્યું ! રસ્તો બદલવો પડ્યો

05:43 PM Oct 04, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

નવા નવા વરાયેલા રાજયકક્ષાના મંત્રી મુકેશ પટેલ આજે પ્રથમ વખત મત વિસ્તારમાં આવતા જન આશીર્વાદ યાત્રા નિકળી હતી. તે યાત્રામાં આશીર્વાદને  બદલે અપશબ્દો અને હાય હાય બોલાવી  વિરોધ કરાયો હતો. કુવાદ ગામના બાળકોથી લઇને મહિલાઓ સ્વયંભુૂ રસ્તા પર આવીને યાત્રાનો ભારે વિરોધ કરવાની સાથે માનવાચક શબ્દો ભૂલીને મુકેશ હાય હાયના સુત્રોચ્ચાર કરીને રોષ ઠાલવ્યો હતો. પોલીસ સાથે ગ્રામજનોની ચકમક અને ધક્કામુક્કી પણ થઇ હોવા છતા ગ્રામજનોએ વિરોધ ચાલુ રાખતા યાત્રાનો રૃટ બદલવાની ફરજ પડી હતી.

ઓલપાડનું સુપ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવનું મંદિર કુવાદ ગામમાં આવેલું છે. આ મંદિરની સાથે જ રામકુંડ પણ છે. જયા ગ્રામજનો વર્ષોથી ધાર્મિક વિધિ કરવાની સાથે ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરતા આવ્યા હતા. આ વર્ષે ગ્રામજનોને ટેમ્પલ કમિટીએ વિસર્જન કરવાની ના પાડી દીધી હતી. જેના કારણે વિસર્જનના દિવસે આખો દિવસ વાતાવરણ તંગ રહ્યુ હતુ. તે દિવસે જ નવા નવા મંત્રી બનેલા મુકેશ પટેલને ગ્રામજનોએ ટેલિફોનિક રજુઆત કરતા તેમણે સ્પષ્ટ ના પાડી દીધી હતી કે આમા હું કશું કરી શકું તેમ નથી. મંત્રીની આ વાત સાંભળીને ગ્રામજનોમાં ભારે આક્રોશ ઉઠયો હતો. આ અંગે જિલ્લા કલેકટર કચેરીમાં પણ આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી. પરંતુ કોઇ નિર્ણય નહીં આવતા ગ્રામજનોમાં આક્રોશ તો હતો.

દરમિયાન રવિવારે મુકેશ પટેલ મંત્રી બન્યા તે પછી પહેલી વખત મત વિસ્તારની જન આશીર્વાદ યાત્રા કાઢીને મુલાકાત લેવાના હોવાથી યાત્રા કુવાદ ગામે પહોંચતા મોટી સંખ્યામાં નાના બાળકો, વૃદ્ધો, યુવાનો અને મહિલાઓ રોડ પર ઉતરી આવીને યાત્રાનો ભારે વિરોધ કર્યો હતો. લોકોના ભારે વિરોધના કારણે હાજર પોલીસ અટકાવવા જતા ગ્રામજનો અને પોલીસ વચ્ચે ચકમક અને ધક્કામુક્કીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ગ્રામજનોના વિરોધના પગલે સુત્રોના જણાવ્યા મુજબ યાત્રા કુવાદ, કુદિયાણા, આડમોર થઇને બરબોધન જવાની હતી, તેના બદલે આખો રૃટ બદલી કાઢવાની ફરજ પડી હતી.

ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે કે, ઓલપાડમાં ગામે ગામ ગેરકાયદે ઝીંગાના તળાવો બન્યા છે. અને આ તળાવોના કારણે ખેતીપાકને વ્યાપક નુકસાન થતુ હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ છે.ખાસ કરીને કુવાદ ગામમાં પણ ગેરકાયદે ઝીંગાના તળાવો હોવા છતાં કોઇ જ કાર્યવાહી થઇ નહીં હોવાથી ગ્રામજનોએ ભારે ગુસ્સો ઉતાર્યો હતો. મંત્રી મુકેશ પટેલનો ઝીંગા તળાવના માલિકો પ્રત્યેનો પ્રેમ પણ આજના રોષ માટે કારણભૂત હોવાની ચર્ચા છે. 

Advertisement

ગ્રામજનોના જણાવ્યા મુજબ જે રામકુંડમાં અમો વર્ષોથી ધાર્મિક વિધિ કરતા આવ્યા છે,  તે રામકુંડ નજીક ધાર્મિક  વિધિ કરવાનું બંધ કરાવી દેવાયુ છે. ગ્રામજનો ખેતરોમાં શાકભાજી પકવીને દર્શન કરવા આવનારા લોકોને શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા હતા, તે શાકભાજીનું વેચાણ પણ બંધ કરાવી દીધુ છે. અને મુકેશ પટેલ મંત્રી બન્યા હોવા છતાં ગ્રામજનો માટે કશું નહીં કરી શકતા આજે બાળકો, યુવાનો, વૃધ્ધો અને મહિલા પણ લડતમાં જોડાઇ હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post જનાધારને બદલે મળ્યો જનાક્રોશ / પોતાના વિસ્તારની જ મુલાકાતે આવેલા મંત્રીનું પ્રજાએ અપશબ્દો દ્વારા સ્વાગત કર્યું ! રસ્તો બદલવો પડ્યો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next