Advertisement

સુરતમાં વધ્યા મ્યુકરમાઇકોસીસના દર્દીઓ, વહીવટના અભાવે નથી મળી રહ્યા આ ઇન્જેક્શન

08:14 PM May 15, 2021 | Pritesh Mehta
Advertisement

GSTV

સુરતમાં મ્યુકરમાઇકોસીસના દર્દીઓના સ્વજનોને ભારે હાલાકી પડી છે. એમ્ફોટેરિસીન બી-ઇન્જેક્શન માટે દર્દીના સ્વજનો વલખા મારી રહ્યા છે. ખાનગી સહિત સ્મીમેર હોસ્પિટલોમાં પણ ઇન્જેક્શનની અછત છે. સરકાર ઇન્જેક્શનની વ્યવસ્થા કરે તેવી દર્દીઓના સ્વજનોએ માંગ કરી છે. શહેરની ખાનગી મેડિકલ, કિરણ હોસ્પિટલ સહિત સ્મીમેર હોસ્પિટલોમાં પણ ઇન્જેક્શનો મળતા નથી. ઇન્જેક્શન અંગે રાજ્યના આરોગ્યમંત્રીનો સંપર્ક કરવા છતાં દર્દીઓના ફોન ઉઠાવવામાં આંખ આડા કાન કરતા હોવાનો આક્ષેપ છે.

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સંખ્યા માત્ર આઠ જેટલી હતી. તે વધીને 26 પર પહોંચી ચુકી છે. તો વળી સારવાર માટે MRI મશીનની માંગ તંત્ર દ્વારા કરવામા આવી છે. આ વચ્ચે સ્મીમેર હોસ્પિટલમાં એમ્ફોટેરિસીન ઇન્જેક્શનની અછતના પગલે પાલિકા દ્વારા સેન્ટ્રલ મેડિકલ સ્ટોર સાથે સંકલન કાઢવાવામાં આવ્યું છે.

દર્દીઓને સારવાર આપવામાં કોઈ અવગડતા ના પડે તે માટે ખાસ આયોજન સ્મીમેર હોસ્પિટલ તરફથી કરવામાં આવી રહ્યું છે.જો કે પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં પણ એમ્ફોટેરિસીન- બી ઇન્જેક્શનની અછત પડતા દર્દીઓમેં હાલાકી પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. પરંતુ સુરતમાં ઉત્તરોઉતર મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સંખ્યા વધતા તંત્ર હાલ ચિંતિત બન્યું હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post સુરતમાં વધ્યા મ્યુકરમાઇકોસીસના દર્દીઓ, વહીવટના અભાવે નથી મળી રહ્યા આ ઇન્જેક્શન appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next