Advertisement

દિલધડક વીડિયો / આધુનિક ટેક્નોલોજીની મદદથી મજૂરાગેટ ફાયર સ્ટેશન તોડી પડાયું, ફક્ત 7 સેકન્ડમાં બિલ્ડીંગ તાસની મહેલની જેમ ધરાશાયી

09:16 PM Sep 21, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

સુરતના મજૂરાગેટ વિસ્તારમાં આવેલું ફાયર સ્ટેશન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું. છેલ્લા ઘણા સમયથી ફાયર સ્ટેશન જર્જરિત હાલતમાં હતુ. જેથી આજે ફાયરની ટીમ દ્વારા બિલ્ડિંગને ખાલી કરીને તોડવામાં આવી. આધુનિક ટેકનોલોજીની મદદથી ફક્ત 7 સેકન્ડમાં જ બિલ્ડિંગને તોડી પડાઇ હતી. જેના કારણે સમગ્ર બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ.

આ જર્જરિત બિલ્ડીંગનું ડિમોલિશનનું કામ છેલ્લા એક અઠવાડિયાથી કરવામાં આવી રહ્યું હતું. અંતે આજે આ બિલ્ડીંગનું ડિમોલિશન કરી દેવામાં આવ્યું. મળતી માહિતી મુજબ બિલ્ડીંગ મશીનની મદદથી તોડવામાં આવી રહી હતી અને બિલ્ડિંગ એકાએક પત્તાના મહેલની જેમ તૂટી પડી.

વાહન વ્યવહાર પર કોઇ અસર નહીં

મળતી માહિતી મુજબ જર્જરિત થયેલી બિલ્ડીંગને ડિમોલીશન કરવામાં આવ્યું હતું. જેના માટે પહેલા બિલ્ડીંગના પીલરોને નબળાં કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પાલિકાએ બિલ્ડીંગ પાડી હતી. જેમાં ફાયર વિભાગ દ્વારા તમામ સાવચેતી રાખવામાં આવી હતી. આ દરમિયાન વાહન વ્યવહાર ચાલુ હતો અને અચાનક આ બિલ્ડીંગ પડી જતા લોકો ચોંકી ગયા હતા.

Read Also

The post દિલધડક વીડિયો / આધુનિક ટેક્નોલોજીની મદદથી મજૂરાગેટ ફાયર સ્ટેશન તોડી પડાયું, ફક્ત 7 સેકન્ડમાં બિલ્ડીંગ તાસની મહેલની જેમ ધરાશાયી appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next