Advertisement

સુરત/ લાખોના હીરા અને રોકડ ચોરી મામલે પોલીસે બે શખ્સોની કરી ધરપકડ, એવા ખુલાસા સામે આવ્યા કે પોલીસ પણ ચોંકી ઉઠી!

05:00 PM Jul 21, 2021 | pratik shah
Advertisement

GSTV

સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ચોંકાવનાા સમાચાર સામે આવ્યા હતા. જેમાં કાપોદ્વાના હીરા વેપારીની પાર્ક કરેલા મોપેડનું ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી 30 લાખના હીરા અને 1.16 લાખની રોકડ ચોરી બે શખ્સો ફરાર થયા હતા. જે બાદ ચોરીની ફરિયાદ તેમણે કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.જે તપાસ દરમ્યાન પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વેપારીના પૂર્વ પાર્ટનર સહિત ટેમ્પો ચાલકની ધરપકડ કરી હતી. જ્યાં બંને આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલી મોપેડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી હતી.

પોલીસ તપાસમાં મોટો ખુલાસો જૂની અદાવતનો બદલો વાળવા શખ્સે છેલ્લા છ મહિનાથી વેપારીની રેકી કરી હતી એટલું જ નહીં અગાઉ વેપારીની એક્ટિવા લઈ ડુપ્લીકેટ ચાવી પણ બનાવી દીધી હતી. અંતે પોલીસના હાથે આવી જતા પ્લાન ઊંધો વળી ગયો હતો. જો કે બંને આરોપીઓની હાલ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

READ ALSO

The post સુરત/ લાખોના હીરા અને રોકડ ચોરી મામલે પોલીસે બે શખ્સોની કરી ધરપકડ, એવા ખુલાસા સામે આવ્યા કે પોલીસ પણ ચોંકી ઉઠી! appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next