Advertisement

કળયુગની પુત્રી / પ્રેમી સાથે લગ્ન કરવા યુવતીનું ખતરનાક કાવતરું, આખા પરિવારને ખવડાવ્યા ઝેરી પરાઠા

04:55 PM Sep 19, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

સુરતમાં એક 18 વર્ષીય યુવતી પર તેના પરિવારના સભ્યોને ઝેર આપી ભાગી અને તેના પ્રેમી સાથે લગ્ન કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપી યુવતીની ઓળખ ખુશબી તરીકે થઈ છે, જે 10મા સુધી અભ્યાસ કરી ચુકી છે. તેનો પતિ સચિન બેરોજગાર છે અને યુવકના પિતા અશોકનું નામ પણ FIRમાં છે. પોલીસે શનિવારે પ્રોપર્ટી બ્રોકર અશોકની ધરપકડ કરી છે. ખુશબુ અને સચિન ફરાર છે. એક અહેવાલ મુજબ સુરતના ડિંડોલી વિસ્તારમાં ખુશબુ અને સચિનનો પરિવાર એક જ સોસાયટીમાં રહ્તો હતો. આ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ જે પછી બંને વચ્ચે સંબંધો બંધાયા. જોકે ખુશબુના માતા-પિતા તેના સંબંધ વિરુદ્ધ હતા કારણ કે તે પુખ્ત વયની થઈ નહતી. બે વર્ષ પહેલા તે સચિન સાથે ભાગી ગઈ હતી. પરંતુ તેને પાછા લાવવામાં આવી અને તેનો પરિવાર બીજા વિસ્તારમાં રહેવા જતા રહ્યા હતા.

પોલીસ મુજબ ખુશબુએ સચિન સાથે તેના સંબંધોને ચાલુ રાખ્યા અને તેની સાથે લગ્ન કરવા માટે પુખ્ત થવાની રાહ જોઇ હતી. ખુશબુના 18મા જન્મદિવસના બે દિવસ પછી, તેણે તેના પ્રેમી સાથે ભાગવાની યોજના બનાવી અને યુવતીએ પરાઠાના લોટમાં ઝેરી દવા નાંખી 12 સપ્ટેમ્બરના રોજ તેના માતાપિતાને બેભાન કરી ઘરેથી ભાગી જવાનું ષડયંત્ર રચ્યું. એમ પોલીસે જણાવ્યું.

જમી લીધા પછી જ્યારે તેના માતા-પિતા બેભાન થઈ ગયા, ત્યારે અશોક કથિત રીતે ખુશબુને લેવા આવ્યો. ત્યારબાદ તે સચિન સાથે ભાગી ગઈ. તેના પિતા વણઝારા બીજા દિવસે સવારે મોડા ઉઠ્યા અને જ્યારે તેમને તેમની પુત્રી ગુમ હોવાનું જણાયું ત્યારે તેઓ બેચેન થઈ ગયા. તેણે તેની પત્ની અને પુત્રને જગાડ્યા. દરમિયાન પોલીસે વણઝારાને ફોન કરીને જાણ કરી હતી કે તેની પુત્રી તેના પતિ સાથે પોલીસ સ્ટેશન આવી છે.

લગ્નની નોંધણી કરાવી ખુશબુ અને સચિન પોલીસ સ્ટેશન પહોંચ્યા. બંને પુખ્ત વયના હોવાથી બંને છોડી દેવામાં આવ્યા. ત્યારબાદ વણઝારા, તેમની પત્ની અને ભાઈની હાલત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. સ્વસ્થ થયા બાદ વણઝારાએ ફરિયાદ નોંધાવી હતી. ખુશ્બુ, સચિન અને અશોક વિરુદ્ધ ઝેર અને કાવતરા દ્વારા ઇજા પહોંચાડવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

Read Also

Advertisement

The post કળયુગની પુત્રી / પ્રેમી સાથે લગ્ન કરવા યુવતીનું ખતરનાક કાવતરું, આખા પરિવારને ખવડાવ્યા ઝેરી પરાઠા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next