Advertisement

મોદીજીને ખુશ કરવાના ચક્કરમાં સુરત મનપાએ ભગો વાળ્યો, એ લોકોને પણ આપ્યા સર્ટિફિકેટ જેમણે રસી લીધી જ નથી

09:46 PM Sep 18, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

પીએમ મોદીના જન્મદિવસ નિમિતે સુરત મનપા દ્વારા યોજાયેલા મેગા વેક્સિનેશન અભિયાન અંતર્ગત પાલિકાનો મોટો છબરડો સામે આવ્યો છે. જે વ્યક્તિઓએ વેક્સિન લીધી જ નથી તેવા વ્યક્તિઓને પણ મેસેજ દ્વારા વેક્સિનેશનના સર્ટિફિકેટ ફાળવી દેવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા છે. બીજી તરફ પાલિકાના છબરડાને લઇને લાભાર્થીઓ પણ ચોંકી ઉઠ્યા છે.

અમરોલીના યુવક અંકિત વેકરિયાએ તેમના માતાને રસી આપવા માટે 17 સપ્ટેમ્બરે રજીસ્ટ્રેશન કરાવ્યું. પરંતુ રજીસ્ટ્રેશન કરાવ્યાની ગણતરીની મિનિટોમાં જ તેમના મોબાઇલ પર મેસેજ આવ્યો. જેમાં તેમના માતાએ વેક્સિન લઇ લીધી હોવાનું સર્ટિફિકેટ પણ ઇસ્યુ કરી દેવામાં આવ્યું. આ જ પ્રકારે અંકિતના પિતરાઇ ભાઇ હર્ષ વેકરિયાના કિસ્સામાં પણ છબરડો જોવા મળ્યો.

હર્ષના પિતાને પણ વેક્સિન લીધા વગર તેમણે રસી લીધી હોવાનો મેસેજ અને સર્ટિફિકેટ આવી ગયું. જોકે અમરોલી વિસ્તારના વેક્સિનના લાભાર્થીઓને પડેલી આ સમસ્યાને પાલિકા અધિકારીએ ટેક્નિકલ ખામી ગણાવી. તેમણે કહ્યું કે આ ઘટનામાં હ્યુમન એરર અથવા તો પોર્ટલમાં ટેક્નિકલ ખામી જવાબદાર હોઇ શકે છે. સમગ્ર મામલાની યોગ્ય તપાસ કરાવવાની મનપાના અધિકારીએ ખાતરી આપી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post મોદીજીને ખુશ કરવાના ચક્કરમાં સુરત મનપાએ ભગો વાળ્યો, એ લોકોને પણ આપ્યા સર્ટિફિકેટ જેમણે રસી લીધી જ નથી appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next