Advertisement

સુરતમાં મેઘરાજાની ધમકેદાર બેટિંગ, ઉધના દરવાજા ખાતે પાણી જ પાણી: રોડ-રસ્તા પાણીમાં થયા ગરકાવ

04:47 PM Sep 07, 2021 | pratik shah |
Advertisement

GSTV

ગુજરાત રાજ્યમાં મેહુલ્યો મન મૂકીને વરસી રહ્યો છે. રાજ્યના સુરત શહેરમાં મેઘરાજાની ધમકેદાર બેટિંગ શરૂ થઈ છે.શહેરના ઉધના દરવાજા ખાતે પાણી ભરાયા હતા. ભારે વરસાદ શરૂ થતા સુરતના રોડરસ્તા પાણીમાં ગરકાવ થયા હતા. સુરત શહેરના  ગરનાળાઓમાં પાણી ભરાઈ જતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી..

સુરતમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ફરી મેઘરાજાની પધરામણી થઇ છે. સુરત શહેરના અઠવાલાઇન્સ… રાંદેર… અડાજણ… ઉધના તેમજ વરાછા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકોને રાહત થવાની સાથે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર સર્જાતા રાજ્યમાં વરસાદી માહોલ રહેશેતેવી હવામાન વિભાગે આગાહી કરી હતી. જેમાં આઠ અને નવ સપ્ટેમ્બરે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ બંને દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદનો વરતારો છે.

READ ALSO

Advertisement

The post સુરતમાં મેઘરાજાની ધમકેદાર બેટિંગ, ઉધના દરવાજા ખાતે પાણી જ પાણી: રોડ-રસ્તા પાણીમાં થયા ગરકાવ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next