Advertisement

તહેવાર ભારે પડ્યાં/ સુરતના આ વિસ્તારમાં ગયાં તો કોરોના સાથે લઇને આવશો, જાણી લો કેટલાં લોકો નીકળ્યા સંક્રમિત

01:37 PM Sep 25, 2021 | Bansari |
Advertisement

GSTV

સાર્વજનિક ગણેશોસત્વ દરમ્યાન થયેલા જાહેર મેળાવડા બાદ શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા ફરી વધતી જોવા મળી રહી છે.જેમાં સુરતના પાલ ખાતે આવેલ એપાર્ટમેન્ટમાં ચાર અને અઠવા ઝોનમાં આવેલ મેઘ મલ્હાર એપાર્ટમેન્ટમાં આઠ કેસ કોરોના પોઝીટીવ મળી આવતા પાલિકા તંત્રએ ક્લસ્ટર એરિયા જાહેર કરી દીધો છે.સાથે જ એપાર્ટમેન્ટના અન્ય રહીશોના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

વેક્સિન લીધા બાદ કોરોના નહીં થાય તેવી માનસિકતા ભારે પડી

સાર્વજનિક ગણેશોસત્વ અને લગ્ન પ્રસંગો દરમ્યાન થયેલ ભારે ભીડના પગલે કેસોમાં ઉછાળો આવ્યો હોવાનું અનુમાન પાલિકા દ્વારા લગાવવામાં આવી રહ્યું છે.વેકસીન મુકાવી દીધા બાદ કોરોના નહિ થાય જે પ્રકારની એક માનસિકતા લોકોમાં જોવા મળી રહી છે.જેના પગલે લોકો કોવિડ એપરોપીયેટ બીહેવીયરનો ચુસ્ત રીતે અમલ કરવાનું ટાળી રહ્યા છે.જેના પગલે લોકોમાં ઇન્ફેશન વધવાની શકયતા વધુ રહેલી છે.જેના પગલે છેલ્લા બે અઠવાડિયાથી સુરતમાં કોરોના કેસોમાં ઉછાળો આવ્યો છે.જેમાં અડાજણ- પાલ ખાતે આવેલ એપાર્ટમેન્ટમાં એક સાથે ચાર કેસો અને અઠવા ઝોનમાં આવેલ મેઘ મલ્હાર એપાર્ટમેન્ટમાં આઠ કેસો નોંધાતા પાલિકા દ્વારા અહીં ક્લસ્ટર એરિયા જાહેર કરી દેવામાં આવ્યો છે.પાલિકા દ્વારા આગામી નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં કોવિડ એપરોવીયેટ બીહેવીયરનો અમલ કરવા પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતમાં ૧૭ને કોરોના, માત્ર ૬ જિલ્લામાં નવા કેસ

ગુજરાતમાં બે દિવસના વધારા બાદ કોરોનાના કેસમાં ફરી સાધારણ ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૭ નવા કેસ સામે આવ્યા છે જ્યારે સળંગ ૨૦માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી સૌથી વધુ ૭, અમદાવાદમાંથી ૪, વલસાડમાંથી ૩, કચ્છ-રાજકોટ-વડોદરામાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૫,૮૧૪ છે. અત્યારસુધી કોરોનાથી કુલ ૧૦,૦૮૨ના મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૨ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૫,૫૮૭ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૬% યથાવત્ છે.

રાજ્યમાં હાલ ૧૪૫ એક્ટિવ કેસ છે અને ૪ દર્દી વેન્ટિલેટર પર છે. સુરત ૩૫, અમદાવાદ ૩૧, વડોદરા ૨૯, કચ્છ ૧૦ સાથે સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લા છે. રાજ્યના ૧૬ જિલ્લામાં હાલ એકપણ એક્ટિવ કેસ નથી. વધુ ૭૦૭૦૩ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક હવે ૨.૮૯ કરોડ છે.

Read Also

Advertisement

The post તહેવાર ભારે પડ્યાં/ સુરતના આ વિસ્તારમાં ગયાં તો કોરોના સાથે લઇને આવશો, જાણી લો કેટલાં લોકો નીકળ્યા સંક્રમિત appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next