Advertisement

છોરી છોરો સે કમ હૈ ક્યાં / સામાન્ય પરિવારમાંથી આવતી સુરતની દીકરીઓએ પિતાનું નામ કર્યું રોશન, રેસલિંગ ક્ષેત્રે મેળવ્યા અનેક મેડલો

10:08 PM Sep 28, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

સુરતમાં વર્ષોથી રહેતો એક પરપ્રાંતિય પરિવાર સુરતને જ કર્મભૂમિ બનાવીને વસવાટ કરી રહ્યો છે. આ પરિવારની આર્થિક સ્થિતી આમ તો નબળી છે પરંતુ આ પરિવારની 3 દીકરીઓ થકી આ પરિવારના મોભી રામલખનને ખૂબજ અભિમાન છે. કેમ કે રામલખનને ગર્વ છે તેની ત્રણેય છોકરીઓ પર. કેમકે તેમની ત્રણેય છોકરીઓ છોકરાને પણ ટક્કર આપે તેવી છે.

રામલખન ચા નાસ્તાની દુકાન ધરાવતી આ સામાન્ય વ્યક્તિએ તેની ત્રણેય દીકરીઓને ક્યારેય ઓછું નથી આવવા દીધુ. દીકરીઓને દીકરાથી વિશેષ ગણીને ત્રણેય દીકરીઓને રેસલિંગ ગેમ્સ રમવા માટે પ્રેરિત કરી. જેમાં ત્રણેય દીકરીઓએ એવી ખ્યાતિ પ્રાપ્ત કરી છે કે સોનુ મોનુ અને નિલમના પિતા વટભેર કહે છે કે મારી છોરી છોરો સે કમ હૈ ક્યાં?

સોનુ મોનુ ટ્વીન્સ છે જે રેસલિંગમાં રાજ્ય સ્તરે અનેક રેસલિંગ સ્પર્ધામાં ભાગ લઇ ચૂકી છે. જેમાં તેઓ અનેક મેડલ મેળવીને ખ્યાતિ મેળવી ચૂકી છે તો ત્રીજી બહેન નિલમ તો રાષ્ટ્રીય સ્તરે રેસલિંગ કોમ્પિટિશનમાં ભાગ લઇને ચોથા ક્રમાંકે આવી છે.

સુરતમાં ચા-નાસ્તાની લારી ચલાવતા ક્યાવર પરિવારની આર્થિક સ્થિતી તો ખૂબ નબળી છે પરંતુ આ પરિવારના મોભી રામલખને તેની દીકરીઓને દીકરાથી વિશેષ ગણીને હંમેશા આગળ વધવા પ્રેરણા આપી છે. જેનું પરિણામ છે રામલખનની આ ત્રણેય છોકરીઓ માટે આજે સફળતા શબ્દ નવી ઓળખ બની ગયો છે.

Read Also

Advertisement

The post છોરી છોરો સે કમ હૈ ક્યાં / સામાન્ય પરિવારમાંથી આવતી સુરતની દીકરીઓએ પિતાનું નામ કર્યું રોશન, રેસલિંગ ક્ષેત્રે મેળવ્યા અનેક મેડલો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next