Advertisement

સુરતમાં 12 વર્ષના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર, બાથરૂમમાં લટકતી મળી લાશ

12:11 PM Sep 25, 2021 | Bansari |
Advertisement

GSTV

સુરતમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. આ સાથે જ સુરતમાં હવે આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યાં છે. સુરતમાં રોજ કોઈને કોઈ વિસ્તારમાંથી આત્મહત્યાની ઘટનાઓ સામે આવે છે. તેવામાં આજે સુરતના પાંડેસરા વિસ્તારમાં 12 વર્ષના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની વિગત મળી રહી છે. જો કે આપઘાતનું કારણ હજી અકબંધ છે. પાંડેસરા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પાંડેસરામાં આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પાંડેસરા વિસ્તારના રણછોડનગરમાં રામભાન શાહુનો પરિવાર રહે છે. રામભાન શાહૂ મૂળ યુપીના છે, અને સુરતમાં કરિયાણાનો વ્યવસાય કરે છે. તેમનો 12 વર્ષનો દીકરો ધોરણ 8 માં ભણે છે. શાળાએથી ઘરે આવ્યા બાદ તેણે ભોજન કર્યુ હતું અને બાદમાં બાથરૂમમાં ગયો હતો. જ્યાં તેની લટકતી હાલતમાં લાશ મળતા પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. વિદ્યાર્થીના આપઘાતનું કારણ અકબંધ છે. કરિયાણાના વેપારીના પુત્રના અણધાર્યા પગલાને લઈને પરિવારજનો શોકમાં ગરકાવ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડયો છે.અને વધુ તપાસ હાથ ધરી છે.

  • પાંડેસરમાં વિધાર્થીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો
  • ધોરણ આઠમા અભ્યાસ કરતા વિધાર્થીએ ભર્યું અણધાર્યું પગલું
  • પાંડેસરાના રણછોડ નગરમાં શાળાએથી ઘરે આવ્યા બાદ ભોજન કરી બાથરૂમમાં ગયા બાદ પગલું ભર્યું..
  • કરીયાના વેપારીના પુત્રના અણધાર્યા પગલાને લઈ પરિવાર શોકમાં
  • બાથરૂમમાંથી પુત્રની લટકતી હાલતમાં લાશ મળી આવતા પરિવારનોજનીના પગ તળેથી જમીન સરકી પડી હતી.
  • પુત્રના આપઘાતનું કારણ અંકબંધ
  • પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, રામભાન શાહુને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. જેમાં બીજા નંબરના દીકરા પાર્થે આત્મહત્યા કરી હતી. જોકે, તેણે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી જાણી શકાયુ નથી. પરંતુ તે મોબાઈલનો વ્યસની બન્યો હતો. તેને મોબાઈલમાં ઓનલાઈન ગેમ રમવાનો શોખ હતો. તેવામાં સવાલ એ ઉઠે છે શું મોબાઈલના ખોટા રવાડે ચઢી જવાના કારણે પાર્થે આત્મહત્યાનું પગલુ ભર્યુ હતું.

Read Also

The post સુરતમાં 12 વર્ષના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર, બાથરૂમમાં લટકતી મળી લાશ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next