Advertisement

OMG! આઇસક્રીમ અને કોલ્ડ્રિંક જેવી ઠંડી વસ્તુઓ પણ ગરમ કરીને ખાય છે, 20 વર્ષની આ યુવતીને છે દુર્લભ બિમારી

04:33 PM Sep 21, 2021 | Bansari |
Advertisement

GSTV

ઠંડીની સીઝનમાં એલર્જી થવી સામાન્ય વાત છે પરંતુ ઇંગ્લેડની એક વિદ્યાર્થીનીને અલગ જ પ્રકારની બીમારી છે. જો આ વિદ્યાર્થીની ફ્રોઝન ફૂડ ખાઇ લે તો તે તેના માટે જીવલેણ સાબિત થઇ શકે છે. આ યુવતીને ઠંડી સાથે સંબંધિત એક એવી એલર્જી છે કે તે આઇસક્રીમ અને કોલ્ડ ડ્રિંક્સ વિશે વિચારી પણ નથી શકતી.

પહેલીવાર થયો આવો અહેસાસ

માન્ચેસ્ટરની રહેવાસી 20 વર્ષીય જુજાના દિમિત્રક (Zuzanna Dmitruk)ને બાળપણછી જ ઠંડીથી એલર્જી છે. પહેલીવાર તેને 10 વર્ષની ઉંમરમાં તેનો અહેસાસ થયો, જ્યારે તે ગ્લવ્સ પહેર્યા વિના ઠંડીના દિવસોમાં ઘરેથી બહાર નીકળી હતી. આ દરમિયાન તેની આંગળીઓ લાલ થવાની સાથે સોજાઇ ગઇ હતી. આ ઉપરાંત તેમાં ખૂબ જ ખંજવાળ પણ આવી રહી હતી. ઉંમર વધવાની સાથે સાથે એલર્જીના લક્ષણ પણ વધવા લાગ્યા.

જુજાના જ્યારે 15 વર્ષની થઇ, ત્યારે ડોક્ટરોએ જણાવ્યું કે તેને cold urticaria નામની દુર્લભ એલર્જી છે. આ બિમારીથી દર્દીના હાથ સામાન્ય આકારથી બમણાથી વધુ સોજી જાય છે. આ ઉપરાંત ત્વચા પર ચકામા ઉભરી આવે છે. જુજાનાનું કહેવુ છે કે હવે તેણે એલર્જી સાથે જીવવાનું શીખી લીધું છે. જો તેને કોલ્ડ ડ્રિંક પીવાનું મન કરે તો તે તેને રૂમ ટેમ્પરેચર પર લાવીને પીવે છે. આ ઉપરાંત આઇસક્રીમ પણ ઓગળી ગયા પછી જ ખાય છે.

જુજાનાએ જ્યારે ટિકટોક પર પોતાની રેર કંડીશન વિશે લોકોને જણાવ્યું તો સૌકોઇ દંગ રહી ગયા. મોટાભાગે સોશિયલ મીડિયા યુઝર્સે ફ્રોઝન ફિલ્મની કેરેક્ટર ઇલ્સા સાથે તેની તુલના કરી છે. જુજાનાની આ પોસ્ટને 5 લાખથી વધુ લોકો જોઇ ચુક્યા છે. જુજાનાનું કહેવુ છે કે લોકોને વિશ્વાસ નથી થતો કે તેને ઠંડીથી એલર્જી છે. તેથી જુજાનાએ ફ્રોઝન ફૂડથી અંતર જાળવી લીધું છે, તે મોટાભાગે ગરમ વસ્તુઓ જ ખાય છે.

Read Also

Advertisement

The post OMG! આઇસક્રીમ અને કોલ્ડ્રિંક જેવી ઠંડી વસ્તુઓ પણ ગરમ કરીને ખાય છે, 20 વર્ષની આ યુવતીને છે દુર્લભ બિમારી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next