Advertisement

મોટા સમાચાર / ગણેશોત્સવ માટે તૈયાર થઇ જાઓ, જાણો કેટલાં લોકોને સ્થાપન-વિસર્જનમાં જોડાવા અપાઇ મંજૂરી

10:13 AM Sep 07, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

રાજ્યમાં શ્રાવણ મહીનાની પૂર્ણાહુતિ બાદ હવે સૌ કોઇ ગણેશચુતર્થીની ઉજવણીની રાહ જોઇ રહ્યાં છે. ત્યારે વાત કરીએ વડોદરા શહેરની તો રાજ્યના વડોદરામાં ધામધૂમથી ઉજવાતા ઉત્સવો પૈકીના એક એવા ગણેશોત્સવ નિમિત્તે પોલીસ કમિશનરે કડક નિયંત્રણો લાદી દીધા છે. કોરોનાની સ્થિતિ હજી પણ વકરે તેવા સંજોગો હોવાને કારણે પોલીસે ગણેશ મંડળોને નિયમોનું સખ્તાઇથી પાલન કરવા જણાવ્યું છે.

કોરોનાની ત્રીજી લહેરનો ભય હોવાથી કોવિડની ગાઇડલાઇનનું પાલન કરવા પોલીસ કમિશનરનું જાહેરનામુું

ભાદરવા સુદ ચોથથી દસ દિવસ માટે દુંદાળા દેવ આતિથ્ય માણવા આવતા હોવાથી ઘરોમાં તેમજ શેરી,મહોલ્લા અને સોસાયટીઓમાં ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે. પરંતુ હજી કોરોનાની ત્રીજી લહેરનો ભય હોવાથી કોવિડની ગાઇડલાઇનનું પાલન કરવા માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને સૂચનાઓ આપી છે.

ગણેશ મંડળોને મૂર્તિ સ્થાપન તેમજ વિસર્જન માટે એક જ વાહન લઇ જવાની છૂટ આપવામાં આવી છે તેમજ ૧૫થી વધુ લોકોને સામેલ નહીં થવા જણાવાયું છે.આ ઉપરાંત દરેક મંડળોને તાકીદે નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી આપી મંજૂરી લેવા કહેવાયું છે.

પોલીસે દર્શનનો સમય રાત્રે ૧૧ સુધી રાખ્યો છે અને તા.૯ થી ૧૯ સુધી કરફ્યૂનો અમલ રાત્રે ૧૨ વાગે કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે પંડાલોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે કુંડાળા દોરવા તેમજ ઘરોમાં બે ફૂટ તેમજ ઘરની બહાર ચાર ફૂટથી મોટી મૂર્તિ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

ગણેશ મંડળો સાંસ્કૃતિક કે ધાર્મિક કાર્યક્રમો નહીં કરી શકે

માત્ર પૂજન,આરતી અને પ્રસાદના કાર્યક્રમને જ મંજૂરી 

Advertisement

ગણેશોત્સવ દરમિયાન અનેક સ્થળોએ રોજેરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.પરંતુ આ વખતે કોઇ પણ મંડળ આવા કાર્યક્રમો નહીં યોજી શકે.

ગણેશ મંડળો દ્વારા કથા, ફનફેર,મ્યુઝિકલ નાઇટ,ફિલ્મ શો જેવાં કાર્યક્રમો કરવામાં આવતા હોય છે.પરંતુ આ વખતે કોરોનાને કારણે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પર રોક લગાવવામાં આવી છે.

પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામામાં સ્પષ્ટ જણાવાયું છે કે,પંડાલોમાં પૂજા,આરતી અને પ્રસાદ સિવાય કોઇ કાર્યક્રમ નહીં થઇ શકે.સ્થાનિક પોલીસને પણ ગણેશ પંડાલો પર નજર રાખવા જણાવાયું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post મોટા સમાચાર / ગણેશોત્સવ માટે તૈયાર થઇ જાઓ, જાણો કેટલાં લોકોને સ્થાપન-વિસર્જનમાં જોડાવા અપાઇ મંજૂરી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next