Advertisement

વિચિત્ર નિયમ! અહીં મડદાં સાથે સુવે છે મહિલાઓ, સંબંધ બાંધવાનો પણ નિશ્વિત છે સમય

01:44 PM Oct 08, 2021 | Bansari |
Advertisement

GSTV

Strange Tribe Rules: દુનિયાભરમાં એવી ઘણી જનજાતિઓ છે જેમાં વિચિત્ર પરંપરાઓ નિભાવવામાં આવે છે. દરેક જાતિના અલગ અલગ નિયમો હોય છે. તેમાં કેટલીક ચોંકાવનારા રિતી-રિવાજો પણ અનુસરવામાં આવે છે. આફ્રિકન ખંડમાં આવેલા કેન્યા દેશમાં લુઓ જાતિના (Luo Tribe) લોકો રહે છે. તેમને ઓનાગી પણ કહેવામાં આવે છે. લુઓ આદિજાતિના રિવાજો અને સંસ્કૃતિ તદ્દન વિચિત્ર છે. અહીં સંબંધ બનાવવા માટે ઘણા પ્રકારના નિયમો છે.

મડદા સાથે સુવે છે મહિલાઓ

લુઓ આદિજાતિમાં આ એક ખૂબ જ વિચિત્ર પ્રથા છે. આમાં વિધવા મહિલાઓએ તેમના પતિના મૃતદેહ સાથે સૂવું પડે છે. પછી જો તેને સપનામાં તેનો પતિ તેને પ્રેમ કરતો દેખાય છે, તો એવું માનવામાં આવે છે કે મૃતકે તેની પત્નીને લગ્નના બંધનમાંથી મુક્ત કરી દીધી છે. આ પછી જ મહિલા બીજી વાર લગ્ન કરી શકે છે.

આત્મહત્યા કરવા પર સંબંધીઓ શોક નથી રાખતા

લુઓ આદિજાતિમાં આત્મહત્યાને મોટુ પાપ માનવામાં આવે છે. જો લુઓ આદિજાતિનો કોઇ સભ્ય આત્મહત્યા કરે છે, તો તેના શબનું અપમાન કરવામાં આવે છે. મૃત શરીર પર ચાબુક મારવામાં આવે છે. તેનો મૃતદેહ પણ અલગ સ્મશાનગૃહમાં દફનાવવામાં આવે છે. પરિવાર મોતનો શોક પણ નથી રાખતો.

લગ્ન માટે આવો કડક નિયમ

લુઓ આદિજાતિમાં એવો નિયમ છે કે મોટા ભાઈ કે બહેનના લગ્ન થાય તે પહેલા નાના ભાઈ કે બહેન લગ્ન કરી શકતા નથી. આને કારણે બહુ ઓછા લોકો તેમના જીવનસાથીની પસંદગી પોતાના મનથી કરી શકે છે કારણ કે તેમના પર વહેલા લગ્ન કરવા માટે દબાણ હોય છે.

સંબંધ બાંધવાનો નિશ્વિત સમય

Advertisement

લુઓ આદિજાતિમાં, પાકની વાવણી અને લણણી વખતે સંબંધ બાંધવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સીઝનમાં પતિએ પત્ની સાથે સંબંધ બાંધવો જરૂરી છે. એવું માનવામાં આવે છે કે આ નિયમનું પાલન ન કરવાથી દેવો નારાજ થઇ જાય છે.

પતિને વેલણથી ન મારી શકે મહિલાઓ

લુઓ આદિજાતિની મહિલાઓ ક્યારેય તેમના પતિને વેલણથી મારી શકતી નથી. આમ કરવા પર અહીં પ્રતિબંધ છે. જો કોઈ આવું કરે તો તેને સજા થાય છે.

Read Also

The post વિચિત્ર નિયમ! અહીં મડદાં સાથે સુવે છે મહિલાઓ, સંબંધ બાંધવાનો પણ નિશ્વિત છે સમય appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next