Advertisement

બનાસકાંઠા: પાણી માટે ઝઝૂમી રહેલા લોકોએ જૂના કુવા રિચાર્જ કરવાનું શરૂ કર્યું, નરેગામાં સમાવેશ કરવાની ખેડૂતોએ માંગ કરી

11:40 AM Jun 25, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

બનાસકાંઠાના પાલનપુર અને વડગામ તાલુકામાં છેલ્લા 20 વર્ષથી પાણીની સમસ્યા છે. ત્યારે પાલનપુર અને વડગામ તાલુકામાં ખેડૂતોએ હવે જૂના કુવા રિચાર્જ કરવાનું અભિયાન હાથ ધર્યું છે. ભરકાવાડા ગામમાં ખેડૂતોને 12 જુના કુવા રિચાર્જ કરવામાં સફળતા મળી છે. જો કુવાઇની ઉંડાઇ વધુ હોય તો રૂપિયા એક લાખ અને ઓછી હોય તો રૂપિયા 50 હજાર ખર્ચ જેટલો ખર્ચ થાય છે. સરકાર જળસંચય અભિયાન ચલાવે છે. પરંતુ ખેતરમાં જુના કુવા રિચાર્જ કરવા માટે અભિયાન નથી. હવે સ્વૈચ્છિક સંસ્થાઓ ખેડૂતોની મદદે આવી છે. જુના કુવા રિચાર્જ કરવાના અભિયાનને નરેગામાં સમાવેશ કરવાની ખેડૂતોએ માંગ કરી છે.

પાલનપુર અને વડગામ તાલુકામાં છેલ્લા 20 વર્ષથી પાણીની સમસ્યા છે, આ વિસ્તારમાં નહેર આવી શક્ય નથી, ત્યારે ખેડૂતો માટે પાણીના કોઈ સ્તોત્ર જ નથી. પાલનપુર અને વડગામ તાલુકામાં ખેડૂતોએ હવે જૂના કુવા રિચાર્જ કરવાનું અભિયાન હાથ ધર્યું છે, ભરકાવાડા ગામમાં ખેડૂતો એ 12 જુના કુવા રિચાર્જ કર્યા જેમાં સફળતા મળી છે, જોકે કુવાનું ઊંડાઈ વધુ હોય તો એક લાખ જેટલો ખર્ચ આવે છે અને જોખમ ઓછું હોય તો 40 થી 50 હજાર જેટલો ખર્ચ આવે છે.

સરકાર જળસંચય અભિયાન ચલાવે છે પરંતુ આ ખેડૂતોના ખેતરમાં જુના કુવા રિચાર્જ કરવા માટે અભિયાન નથી, ત્યારે સ્વૈચ્છિક સંસ્થાઓ ખેડૂતોની મદદ આવી છે અને તેમને સહાય કરી છે. ત્યારે ખેડૂતોની માગણી છે કે જુના કુવા રિચાર્જ કરવાના અભિયાનને નરેગામાં સમાવેશ કરી અને ખેડૂતોને સહાય રૂપ થાય તો જૂના કુવા રિચાર્જ કરવાથી પાણીના તળ ઊંચા આવશે અને નદીના જળ પણ આ પાણીને મળશે અત્યારે તો સમગ્ર વડગામ તાલુકા અને પાલનપુર તાલુકામાં ખેડૂતોએ જુના કુવા રિચાર્જ કરવાનું અભિયાન હાથ ધર્યું છે.

READ ALSO

Advertisement

The post બનાસકાંઠા: પાણી માટે ઝઝૂમી રહેલા લોકોએ જૂના કુવા રિચાર્જ કરવાનું શરૂ કર્યું, નરેગામાં સમાવેશ કરવાની ખેડૂતોએ માંગ કરી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next