Advertisement

વાઇરલ ફોટા / કપડાં વગર ટેરેસ પર સુઈ ગઈ અભિનેત્રી સૃષ્ટિ રોડે, રજાઇના સહારે ઢાંક્યું શરીર

08:59 PM Oct 21, 2021 | Vishvesh Dave |
Advertisement

GSTV

ટીવી અભિનેત્રીઓ સુંદરતાની બાબતમાં બોલિવૂડની અભિનેત્રીઓથી ઓછી નથી અને હવે તે હોટનેસની બાબતમાં પણ બોલિવૂડની સુંદરીઓને પાછળ છોડી રહી છે. તાજેતરમાં જ એક ટીવી અભિનેત્રીએ પોતાનો ખૂબ જ બોલ્ડ ફોટો શેર કર્યો છે, જે કોઈનું પણ મન વિચલિત કરી શકે છે.

સૃષ્ટિ રોડે(Srishty Rode)નો ગ્લેમરસ અવતાર

અભિનેત્રી સૃષ્ટિ રોડે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેણે હોટનેસની હદ વટાવી દીધી છે. અભિનેત્રી કપડાં વગર ટેરેસ પર જોવા મળી હતી. તેણે રજાઈ પહેરી છે. તેના ફોટોના કેપ્શનમાં સૃષ્ટિએ લખ્યું – હું આમજ ઉઠી છું. ચાહકો તેના ફોટા પર અનેક કૉમેન્ટ્સ કરી રહ્યા છે.

બિગ બોસમાં આવીને વધુ ઓળખ બની

સૃષ્ટિ રોડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરે છે. પરંતુ બિગ બોસ 12થી, સૃષ્ટિ રોડેને દેશભરમાં નવી ઓળખ મળી હતી. સાથે જ આ શોએ સૃષ્ટિનું જીવન પણ બદલી નાખ્યું. સૃષ્ટિએ શોમાં દેખાયા પહેલા ટીવી અભિનેતા મનીષ નાગદેવ સાથે પહેલેથી જ સગાઈ કરી હતી, પરંતુ શોમાં દેખાયા બાદ થોડા દિવસો સુધી બધું સારું ચાલ્યું, પછી સૃષ્ટિ રોડેએ અચાનક મનીષ નાગદેવ સાથે તેની સગાઈ તોડી નાખી.

સૃષ્ટિની સિરિયલ

તમને જણાવી દઈએ કે, સૃષ્ટિ રોડેએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત 2007 માં ‘કુછ ઇસ તરહા’ સીરિયલમાં કેમિયોથી કરી હતી. આ પછી, તેણે ‘ઇશ્ક હાય’, ‘છોટી બહુ’, ‘શોભા સોમનાથ કી’, ‘ચાલતી કા નામ ગાડી’, ‘સરસ્વતીચંદ્ર’ અને ‘ઇશ્કબાઝ’ જેવી ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. 2018 માં પણ તે બિગ બોસ 12 માં જોવા મળી હતી.

Advertisement

ALSO READ

The post વાઇરલ ફોટા / કપડાં વગર ટેરેસ પર સુઈ ગઈ અભિનેત્રી સૃષ્ટિ રોડે, રજાઇના સહારે ઢાંક્યું શરીર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next