Advertisement

ટેક્સ ચોરીના આરોપ પછી સોનુ સૂદનું મોટું નિવેદન: કહ્યું- બે પાર્ટીઓ તરફથી રાજ્યસભાની ઓફર, મારી પાસે છુપાવવા માટે કઇ નથી

06:38 PM Sep 20, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

તાજેતરમાં આવકવેરા વિભાગે સોનુ સૂદના મુંબઈ સ્થિત ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આઈટી વિભાગ સોનુની 6 જગ્યાઓ પર આ કાર્યવાહી કરી હતી. ત્યારપછીના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સોનુ સુદ અને તેના સાથીઓએ 20 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરી છે. વિભાગે આરોપ લગાવ્યા કે જ્યારે સોનુ સુદ અને તેની સાથે જોડાયેલા લખનૌ સ્થિત ગ્રુપના પરિસરો પર દરોડા પાડવામાં આવ્યા, ત્યારે જાણવા મળ્યું હતું કે તેણે પોતાની બિનહિસાબી આવકને અનેક બનાવટી સંસ્થાઓ સાથે નકલી અસુરક્ષિત લોનના રૂપમાં દર્શાવી છે.

સોનુ સુદે શું કહ્યું?

ત્યારબાદ સોનુ સુદે ટ્વીટર પર પોતાની વાત રાખતા જણાવ્યું કે દરેક વખતે તમારા તમારી તરફની સ્ટોરી નથી કહેવી પડતી. સમય બતાવશે. ‘કર ભલા, હો ભલા, અંત ભલે કા ભલે’. મારી યાત્રા ચાલુ રહેશે. જય હિંદ

એક ઇન્ટરવ્યૂમાં સોનુ સુદે ખુલાસો કર્યો કે તેને બે પાર્ટી તરફથી રાજ્યસભાની સીટ ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે તેને ફગાવી દીધી. સોનુ સુદે જણાવ્યું કે તેમણે જે દસ્તાવેજ માંગ્યા, અમે એ આપ્યા. તેમણે જે પણ પ્રશ્નો પૂછ્યા, મે તેના જવાબો આપ્યા. મે મારું કામ કર્યું, તેમણે પોતાનું. તેમણે જે પણ પ્રશ્ન ઉઠાવ્યા, અમે તેમના દરેક પ્રશ્નોના જવાબ દસ્તાવેજ સાથે આપ્યા. આ જ મારી ફરજ છે. અમે હજુ પણ તેમને દસ્તાવેજ ઉપલબ્ધ કરાવી રહ્યા છે.

સોનુ સુદે જણાવ્યું કે મને દાનમાં મળેલા એક એક પૈસાનો હિસાબ છે. ઉપરાંત સોનુ સુદે આવકવેરા વિભાગના આરોપોને ફગાવી દીધા. ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગે જણાવ્યું કે સુદે FCRA કાયદાનું ઉલ્લંઘન કરી વિદેશી દાનવીરો પાસેથી એક ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરી 2.1 કરોડ મેળવ્યા છે.

Advertisement

સોનુએ જણાવ્યું કે આ ખૂબ જ આશ્ચર્યની વાત છે. મને જે કઇ મળ્યુ છે, તે ફક્ત લોકો દ્વારા દાન કરવામાં આવેલા રૂપિયા નથી. તેનો એક ભાગ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની ફી પણ છે. મે હજી સુધી 54000 ઈમેલ વાંચ્યા નથી, વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર પર હજારો મેસેજ છે. 18 કરોડ રૂપિયા ખતમ કરવામાં 18 કલાક પણ નહીં લાગે. પરંતુ હું એ ખુલાસો કરવા માંગુ છું કે આ રૂપિયા ફક્ત જરૂરિયાતમંદ વ્યક્તિઓને જ મળ્યા છે.

ગેરકાયદેસર રીતે વિદેશી રૂપિયા પ્રાપ્ત થવાના આરોપ પર સોનુએ જણાવ્યું કે મે મારા ખાતામાં એક પણ ડોલર નથી લીધું, આ રૂપિયા સીધા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચ્યા છે. કેટલાક પક્ષોએ આ દરોડાને આમ આદમી પાર્ટી (આપ) સાથે જોડી દીધુ છે, તેના પર સોનુએ જણાવ્યું કે હું આપ સાથે નથી જોડાવવાનો. તમે મને કોઇ પણ રાજ્યમાં બોલાવી લો- કર્ણાટક, ગુજરાત. હું તરત જઇશ. મે તમામ રાજ્યોમાં કામ કર્યું છે- જા રાજ્યોમાં ભાજપ, કોંગ્રેસની સરકાર છે.

Read Also

The post ટેક્સ ચોરીના આરોપ પછી સોનુ સૂદનું મોટું નિવેદન: કહ્યું- બે પાર્ટીઓ તરફથી રાજ્યસભાની ઓફર, મારી પાસે છુપાવવા માટે કઇ નથી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next