Advertisement

લોન્ચ થયો સૌથી મજબૂત ફ્લિપ ફોન: પડશે તો તૂટશે નહીં અને પાણીમાં ખરાબ પણ નહીં થાય, જાણો કિંમત અને ફીચર્સ

01:38 PM Sep 14, 2021 | Bansari |
Advertisement

GSTV

એક સમય હતો જ્યારે ફ્લિપ ફોનનો જલવો સમગ્ર ભારતમાં હતો. એક તરફ જ્યાં સિંપલ ફોન્સ આવી રહ્યાં છે , ત્યાં ફ્લિપ ફોન્સે અચાનક એન્ટ્રી મારીને ચર્ચા જગાવી છે. હવે સેમસંગે ફોલ્ડ અને ફ્લિપ બંને લોન્ચ કર્યા છે. હવે વિદેશી કંપની સોનિમે ક્લેમશેલ રગ્ડ ફોન લોન્ચ કર્યો છે, જેની ચારે તરફ ચર્ચા છે. દેખાવમાં આ ફોન નાનો છે પરંતુ સૌથી મજબૂત છે. Sonim XP3plusને ટી-મોબાઇલની ઓફિશિયલ વેબસાઇટ પરથી ખરીદી શકાય છે.

જાણકારી માટે જણાવી દઇએ કે ઓરિજિનલ XP3 બે વર્ષ પહેલા લોન્ચ થયો હતો. હવે ઘણી અપડેટ્સ સાથે XP3plusને લોન્ચ કરવામાં આવ્યો છે. તેની ડિસ્પ્લે વધારી દેવામાં આવી છે. ઇન્ટરનલ 2.8 ઇંચ અને બહાર 1.3 ઇંચ. તે હવે 2300 એમએએચની બેટરી સાથે આવે છે.

Sonim XP3plus ના સ્પેસિફિકેશન

XP3plus માં 2.0GHz ક્વોડ કોર ક્વોલકોમ SM6115 પ્રોસેસર છે, જે 2GB રેમ અને 16GB એક્સપેંડેબલ સ્ટોરેજ (256GB સુધી) સાથે છે. 2300 એમએએચની બેટરી એકવાર ચાર્જ કરવા પર 15 કલાક સુધીનો ટોકટાઇમ અથવા 18 દિવસ સુધીનો સ્ટેન્ડબાય ટાઇમ આપવાનો વાયદો કરે છે.

પાણીમાં પણ ખરાબ નહી થાય Sonim XP3plus

અલ્ટ્રા-રગ્ડ ફ્લિપ ફોન સોનિમના બીહડ પ્રદર્શન માપદંડોને પૂરા કરે છે. XP3plus ડ્રોપ પ્રુફ અને વોટરપ્રુફ છે અને સોનિમ અનુસાર, કંક્રીટ પર 1.5 મીટરના ડ્રોપ્સનો સામનો કરી શકે છે અને 30 મિનિટ માટે 1.5 મીટર પાણીમાં ડૂબેલો રહી શકે છે. XP3plus ઓરિજિનલ મોડલની તુલનામાં વધુ પ્રોગ્રામ કરવા યોગ્ય બટન અને ગતિશીલ સોફ્ટ ડાયનેમિક કીઝ સાથે આવે છે.

Sonim XP3plus ની કિંમત

Advertisement

Sonim XP3plus ટી મોબાઇલના માધ્યમથી ઓનલાઇન ખરીદી શકાય છે. તેની કિંમત 210 ડોલર (15,457 રૂપિયા) રાખવામાં આવી છે. 22 ઓક્ટોબર સુધી આ ફોન રિટેલ શોપ્સ પર પણ ઉપલબ્ધ થઇ જશે.

Read Also

The post લોન્ચ થયો સૌથી મજબૂત ફ્લિપ ફોન: પડશે તો તૂટશે નહીં અને પાણીમાં ખરાબ પણ નહીં થાય, જાણો કિંમત અને ફીચર્સ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next