Advertisement

ખાસ વાંચો/Whatsapp પર કોઇએ બંધ કરી દીધું છે Blue Tick, આ Trick થી જાણો સામેના વ્યક્તિએ મેસેજ વાંચ્યો છે કે નહીં

12:43 PM Jul 29, 2021 | Bansari |
Advertisement

GSTV

WhatsApp Tips And Tricks: Whatsappનો ઉપયોગ કરોડો ભારતીયો કરે છે. ઘણા લોકો પ્રાઇવસી માટે બ્લૂ ટિક હટાવી દે છે. જેમ તમે મેસેજ મોકલો છો અને સામેનો વ્યક્તિ મેસેજ વાંચી લે તો બ્લૂ ટિક આવી જાય છે. પરંતુ સેટિંગ્સમાં જઇને તેને બંધ પણ કરી શકાય છે. તે બાદ સામેના વ્યક્તિને ખબર નથી પડતી કે યુઝરે મેસેજ વાંચ્યો છે કે નહીં. જો તમે જાણવા માંગતા હોય કે સામેના વ્યક્તિએ મેસેજ વાંચ્યો છે કે નહીં. તો તે પણ જાણી શકાય છે. આ ટ્રિક Whatsappમાં જ છુપાયેલી છે, જેના દ્વારા તમે જાણી શકો છો કે યુઝરે મેસેજ વાંચ્યો છે કે નહીં.

શું છે Whatsapp Blue Tick

બ્લૂ ટિકથી જાણવા મળે છે કે સામેના વ્યક્તિએ મેસેજ વાંચ્યો છે કે નહીં. મેસેજ કરવા પર જ્યારે સિંગલ ટિક આવે તો સામેના વ્યક્તિને મેસેજ નથી પહોંચ્યો પરંતુ તમારી તરફથી મોકલવામાં આવી ચુક્યો છે. ડબલ ટિકમાં મેસેજ યુઝર સુધી પહોંચી ચુક્યો છે પરંતુ સામેના વ્યક્તિએ વાંચ્યો નથી. બ્લૂ ટિક ઇંડિકેટ કરે છે કે સામેના વ્યક્તિએ મેસેજ વાંચી લીધો છે. પરંતુ ઘણાં લોકો ટિક બંધ કરી દે છે. તેવામાં ડબલ ટિક જ આવે છે અને જાણ નથી થતી કે મેસેજ વાંચ્યો છે કે નહીં.

ચાર સ્ટેપ્સથી જાણો સામેના વ્યક્તિએ મેસેજ વાંચ્યો છે કે નહીં

  • Whatsapp ઓપન કરીને તે ચેટ ઓપન કરો, જેને તમે મેસેજ કરવા માંગો છો.
  • મેસેજ કર્યા બાદ જાણી નથી શકાતું કે સામેના વ્યક્તિએ મેસેજ વાંચ્યો છે કે નહીં. તો તેને વોયસ નોટ મોકલો.
  • વોઇસ નોટ મોકલ્યા બાદ તમારી પ્રોફાઇલ ફોટો પાસે તમને ગ્રીન કલરનું એક માઇક જોવા મળશે. આ ગ્રીન કલર ત્યાં સુધી નહીં બદલાય જ્યાં સુધી મોકલવામાં આવેલી વ્યક્તિ દ્વારા પ્લે નહીં કરવામાં આવે.
  • જેવું સામેનો વ્યક્તિ તમારા વોયસ નોટને પ્લે કરશે ગ્રીન કલરમાં દેખાતુ ગ્રીન કલરનું આ માઇક તમને બ્લુ કલરનું દેખાશે અને સાથે જ ગ્રે ટિક પણ બ્લુ રંગમાં જોવા મળશે. જેથી તમને સમજાઇ  જશે કે સામેના વ્યક્તિએ મેસેજ વાંચી લીધો છે.

Read Also

The post ખાસ વાંચો/Whatsapp પર કોઇએ બંધ કરી દીધું છે Blue Tick, આ Trick થી જાણો સામેના વ્યક્તિએ મેસેજ વાંચ્યો છે કે નહીં appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next