Advertisement

અક્ષરનિવાસી હરિપ્રસાદ સ્વામી / લીમડા વન ખાતે દેવાયો અગ્નિદાહ, CM રૂપાણી સહિતના નેતાઓએ કર્યા અંતિમ દર્શન

04:26 PM Aug 01, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામી 26 જુલાઇના રોજ રાત્રિના 11 વાગ્યે અક્ષરધામ નિવાસી થયાં હતાં. ત્યારે આજે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્વામીજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. મહત્વનું છે કે, હરિપ્રસાદ સ્વામીના અંતિમ સંસ્કાર વખતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તથા વિવધ સંપ્રદાયના સંતો તથા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સ્વામીજીના અંતિમ સંસ્કાર પહેલાં સમાધિ સ્થળ સુધી તેમના પાર્થિવ દેહ સાથે પાલખી યાત્રા યોજાઈ હતી.

સોખડા સ્વામિનારાયણ મંદિરમાં લીમડા વનમાં જ તેમની અંતિમક્રિયા કરાઇ

અત્રે મહત્વનું છે કે, હરિપ્રસાદ સ્વામીને લીમડો અત્યંત પ્રિય હતો એટલે સોખડા સ્વામિનારાયણ મંદિરમાં લીમડા વનમાં જ તેમની અંતિમક્રિયા કરવામાં આવી. જ્યાં હવે તેમના સમાધિ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.

હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થતાં સંતો અને લાખો હરિભક્તોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. જો કે, છેલ્લાં ચાર દિવસથી રાજ્યના વિવિધ જિલ્લાઓ ઉપરાંત દેશ-વિદેશથી સોખડામાં હરિપ્રસાદ સ્વામીના દર્શન કરવા હરિભક્તોનો અવિરત પ્રવાહ રહ્યો છે.

સ્વામીએ જીવનપર્યંત ગુરૂહરિ યોગીજી મહારાજ પ્રત્યેની ગુરૂભક્તિ અદા કરવાનો આદર્શ પૂરો પાડ્યો

સામાજિક, રાજકીય અને ધાર્મિક સંસ્થાના અનેક આગેવાનો પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યાં હતાં. પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ કહ્યું હતું કે, ‘હરિપ્રસાદ સ્વામી મહારાજે જીવનપર્યંત ગુરૂહરિ યોગીજી મહારાજ પ્રત્યેની ગુરૂભક્તિ અદા કરવાનો આદર્શ પૂરો પાડ્યો છે. તેઓ યોગી ડિવાઈન સોસાયટીના પણ પ્રણેતા હતાં. વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલતી હતી અને તેઓ 26 જુલાઈએ રાત્રે 11 વાગ્યે અક્ષરધામ નિવાસી થયાં હતાં.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Advertisement

The post અક્ષરનિવાસી હરિપ્રસાદ સ્વામી / લીમડા વન ખાતે દેવાયો અગ્નિદાહ, CM રૂપાણી સહિતના નેતાઓએ કર્યા અંતિમ દર્શન appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next