Advertisement

સાવધાનઃ સોસાયટીમાં ગાર્ડ રાખો છો તો ધ્યાન રાખજો, મહિલાનો નંબર મેળવી સિક્યોરિટી ગાર્ડ મોકલતો હતો કંઈક આવું…

07:34 PM May 15, 2021 | Harshad Patel
Advertisement

GSTV

અમદાવાદની એક પરિણીતાને અલગ-અલગ ત્રણ નંબર ઉપરથી ટ્રુ કોલર અને વોટ્સએપ માં મેસેજ આવતા આ પરિણીતા ચોંકી ગઈ હતી. અજાણ્યા નંબર ઉપરથી પુરુષ તથા સ્ત્રીના જાતીય અંગોના વીડિયો અને ફોટા મોકલનાર આરોપી સામે મહિલાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જો કે આરોપી એ મહિલા નો નંબર ક્યાંથી મેળવ્યો તે અંગે તપાસ કરવામાં આવી તો થયો ચોંકાવનારો ખુલાસો..

ટ્રુ કોલર એપ્લિકેશન ની ચેટમાં અશ્લીલ પ્રકારના વિડીયો તેમજ ગંદા ફોટા મોકલ્યા

શહેરના ઇસ્કોન આંબલી રોડ પર રહેતી એક પરિણીતાને ગત 28 ફેબ્રુઆરીના રોજ અજાણ્યા નંબર ઉપરથી ટ્રુ કોલર એપ્લિકેશનની ચેટમાં પહેલા એક થમ્બ ઈમોજી વાળો મેસેજ આવ્યો હતો. પરંતુ આ નંબરથી તે અજાણ હોવાથી મહિલાએ તે મેસેજ ઉપર કોઈ ધ્યાન આપ્યું ન હતું. ત્યારબાદ ફરીથી બે માર્ચના રોજ આ મહિલા ઘરે હાજર હતી ત્યારે અજાણ્યા નંબરના ધારકે ફરીથી મહિલાને ટ્રુ કોલર એપ્લિકેશન ની ચેટમાં અશ્લીલ પ્રકારના વિડીયો તેમજ ગંદા ફોટા મોકલી Hi લખી મેસેજ કર્યો હતો. બાદમાં ફરીથી 24 માર્ચ ના રોજ મહિલાને ટ્રુ કોલર એપ્લિકેશન ની ચેટમાં તથા વોટ્સએઓ ઉપર અજાણ્યા નંબર પરથી અશ્લીલ પ્રકારના વિડીયો તેમજ ગંદા ફોટા આવ્યા હતા અને તેમાં “હાઈ ઓનલાઇન આવો દોસ્ત” એવું લખાણ મોકલી આપ્યું હતું. જેથી મહિલાને એવું લાગ્યું હતું કે તેને કોઈ હેરાન કરવા માટે થઈ અલગ-અલગ મેસેજ કરી રહ્યું છે. જેથી મહિલાએ આ નંબર બ્લોક કરી તેના પતિને જાણ કરી હતી. જે અંગે સાયબર ક્રાઇમ ને જાણ કરતા જ પોલીસ એ આરોપીની ધરપકડ કરી છે.

અર્ચન રેસિડેન્સી માં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.

આરોપીની પૂછપરછ માં સામે આવ્યું કે આરોપી સેટેલાઇટ માં આવેલા અર્ચન રેસિડેન્સી માં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. આરોપીના લગ્ન ન થયા હોવાથી તેને છોકરીઓ સાથે મિત્રતા કરવાની ગમતી હતી. જેથી ફેસબુક પર અલગ અલગ ગમતી છોકરીઓ ને તે મેસેજો કરતો હતો. આ દરમિયાન ફરિયાદી મહિલા આ ફ્લેટમાં આવી ત્યારે આ આરોપીને તે ગમી ગઈ હતી અને તેણે સોસાયટીના રજીસ્ટરમાં આપેલો નમ્બર મેળવી મહિલાને ટ્રુ કોલર અને વોટ્સએપ પર મેસેજો કરી બીભત્સ વિડીયો અમે ફોટો મોકલ્યા હતા.

મુલાકાતીઓની રજીસ્ટર બુકમાં એન્ટ્રી કરવામાં આવતી હોય તો તેના ડેટા ની ગોપનીયતા જળવાય

જો કે જ્યારે પણ કોઈ રહેણાક વિસ્તાર કે કોમર્શિયલ વિસ્તાર માં મુલાકાતીઓની રજીસ્ટર બુકમાં એન્ટ્રી કરવામાં આવતી હોય તો તેના ડેટા ની ગોપનીયતા જળવાય તે ચેરમેન સેક્રેટરી ની જવાબદારી છે. એટલું જ નહિ જ્યારે કોઈ પણ સિક્યુરિટી ગાર્ડને નોકરી એ રાખો તો તેના ચારિત્ર્ય અને વર્તણુક ની પણ તપાસ કરવી જરૂરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Advertisement

The post સાવધાનઃ સોસાયટીમાં ગાર્ડ રાખો છો તો ધ્યાન રાખજો, મહિલાનો નંબર મેળવી સિક્યોરિટી ગાર્ડ મોકલતો હતો કંઈક આવું… appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next