Advertisement

મોડાસા: ફરી એક વાર દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, વારંવાર રજૂઆત છતાં નથી મળતી ગામલોકોને સુરક્ષા

01:20 PM May 26, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

મોડાસામાં તસ્કરો એક બાદ એક ચોરીને ઘટનાને અંજામ આપી રહ્યાં છે.મોડાસામાં સાકરિયા ગામના બસસ્ટેશન નજીક આવેલી દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યાં હતા, ત્યારે ખેતરમાંથી પરત ફરી રહેલા ગ્રામજનો દ્વારા 1 ચોરને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે 2 ચોર ભાગવામા સફળ રહ્યાં હતા.

તસ્કરો દુકાન માલિક પર હુમલો કરી ફરાર થઈ ગયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે બે માસ પહેલા પણ અહીં દુકાનોમાં ચોરીની ઘટના ઘટી હતી. અવારનવાર ગ્રામજનો દ્વારા પોલીસ પેટ્રોલિંગ અને હોમગાર્ડ પોઈન્ટ આપવાની માંગ કરી હોવા છતાં તંત્ર આખઆડા કાન કરી રહ્યું છે.

READ ALSO

The post મોડાસા: ફરી એક વાર દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, વારંવાર રજૂઆત છતાં નથી મળતી ગામલોકોને સુરક્ષા appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next