Advertisement

બાળકોને ગાયનું દૂધ પીવડાવતા પહેલા આ વાતનું ધ્યાન રાખજો, અજાણતા બની ન જાય એલર્જીનો શિકાર

05:59 PM Feb 20, 2021 | Ankita Trada |
Advertisement

GSTV

ગાયના દુધમાં અલ્ફા એસ1- કેસિન નામનું પ્રોટીન મળી આવે છે અને ઘણા બાળકોના શરીરમાં આ પ્રોટીન પ્રત્યે વિશેષ ઈમ્યૂન રિએક્શન થવા લાગે છે. જેને મિલ્ક એલર્જીના નામથી ઓળખવામાં આવે છે. જોકે, ઘણી વખત ઘણા બધા લોકો ગાયના દુધથી થનારી એલર્જી અને લૈક્ટોજ ઈન્ટોલરેંસની સમસ્યાની વચ્ચે કંફ્યૂજ થઈ જાય છે. કારણ કે, બંને લક્ષણ મળતા આવે છે, પરંતુ આ બંને જ અલગ-અલગ બીમારીઓ છે. બાળપણથી જ થનારી એલર્જીના 90 ટકા કેસમાં એલર્જી માટે ગાયનું દુધ જ જવાબદાર હોય છે.

ફૂડ એલર્જી માટે ગાયનું દૂધ જવાબદાર

બ્રિટિશ મેડિકલ જર્નલ (BMJ) માં પ્રકાશિ એક નવી સ્ટડીમાં એ વાત સામે આવી છે કે, ગાયના દૂધથી એલર્જી બાળકોમાં જાનલેવા રિએક્શન દેખાડવાનું સૌથી સામાન્ય કારણ છે અને આ એલર્જી બાળકોની સાથે પુખ્ય વ્યક્તિને પણ મોટી સંખ્યામાં પ્રભાવિત કરી રહી છે. સ્ટડીમાં સામેલ એક્સપર્ટ્સનું માનીએ તો શાળાએ જવાની ઉંમરની નજીક 26 ટકા બાળકોમાં ફૂડ એલર્જી માટે ગાયનું દુધ જ જવાબદાર હતું. રિસર્ચમાં એ વાત પણ સામે આવી હતી કે, છેલ્લા 20 વર્ષમાં ગંભીર ફૂડ એલર્જીના કારણે દર્દીના હોસ્પીટલમાં ભરતી થવાની સંભાવના 3 ગણી વધી છે.

ગાયના દૂધના કારણે 26 ટકા બાળકોનું મોત

ઈમ્પીરિયલ કોલેજ લંડનના નેશનલ હાર્ટ એન્ડ લંગ ઈંસ્ટિટ્યૂટના એક્સપર્ટે આ સ્ટડીને કરી અને તેમને 1998 થી 2018ની વચ્ચે 20 વર્ષના આંકડાની તપાસ કરી છે. આ દરમિયાન આખા યુકેમાં લગભગ 1 લાખ 18 હજાર લોકોને એલર્જિક રિએક્શનના કારણે હોસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. જેમાંથી 30 હજાર 700 દર્દી ફૂડ એલર્જી હતા. સ્ટડીના ઓથર્સનું માનીએ તો બાળકોમાં ફૂડ એલર્જીથી થનારી 26 ટકા મોત માટે ગાયનું દૂધ જવાબદાર હતું જ્યારે પુખ્ત વયના લોકોમાં 5 ટકા મોતના કેસ માટે.

ગાયના દૂધથી એલર્જીના લક્ષણ

  • શ્વાસ લેતા સમયે ગગળાટનો અવાજ આવવો.
  • હોંઠ અથવા મોઢાની આસપાસ ખંજવાળ અથવા ધ્રુજારી મેહસુસ થવી
  • હોંઠ, જીભ અથવા ગળામાં સોજો થવો
  • ખાંસી આવવી
  • ઉબકા આવવા અથવા ઉલ્ટી થવી
  • શ્વાસ ફૂલવો અથવા શ્વાસ લેવામાં તકલીફ થવી
  • સ્કીન પર પિત્તી અથવા હાઈવ્સ હોવું
  • ડાયરિયા અથવા લૂઝ મોશન જેમાં લોહી આવવું
  • પેટમાં એંઠન
  • નાક અને આંખમાથી પાણી આવવું

READ ALSO

The post બાળકોને ગાયનું દૂધ પીવડાવતા પહેલા આ વાતનું ધ્યાન રાખજો, અજાણતા બની ન જાય એલર્જીનો શિકાર appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next