Advertisement

અલવિદા/ આજ સાંજે સિદ્ધાર્થ શુક્લાની પ્રાર્થના સભામાં તમે પણ જોડાઇ શકશો, દિવંગત અભિનેતાના પરિવારે કરી આ ખાસ વ્યવસ્થા

01:25 PM Sep 06, 2021 | Bansari |
Advertisement

GSTV

એક્ટર સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ના અચાનક હાર્ટએટેકથી થયેલા મોતથી તેનો પૂરો પરિવાર અને ફેન્સ સર્કલ હજુ સુધી આઘાતમાંથી બહાર નથી નીકળી શક્યાં. કોઇ પણ વ્યક્તિ હજુ સુધી એ માનવા તૈયાર જ નથી કે તેમનો સૌથી પ્રિય ચહેરો (અભિનેતા) હવે આ દુનિયામાં નથી રહ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ શુક્લાનું 2જી સપ્ટેમ્બરના રોજ હાર્ટએટેકથી દુ:ખદ નિધન થયું હતું. તેની ઉંમર 40 વર્ષની હતી અને આટલી ઓછી ઉંમરે સૌનો લોકપ્રિય એક્ટર દુનિયા છોડીને ચાલ્યા જતા તેના ફેન્સ બિલકુલ આઘાતમાં સરી ગયા છે.

આ દરમિયાન સોમવારે સિદ્ધાર્થ શુક્લાની પ્રાર્થના સભા રાખવામાં આવી છે. સિદ્ધાર્થ માટે કરોડો ફેન્સનો પ્રેમ અને કોવિડ મહામારી ધ્યાનમાં લેતા, પરિવારે આ પ્રાર્થના સભાને ઓનલાઈન રાખવાનો નિર્ણય કર્યો છે.

સોમવારે સાંજે 5 વાગે ઓનલાઇન પ્રાર્થના સભા

આ પ્રાર્થના સભામાં, સિદ્ધાર્થ શુક્લાના તમામ ફેન્સ જોડાઈ શકે છે અને અભિનેતાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શકે છે. સિદ્ધાર્થ શુક્લા માટે પ્રાર્થના સભા સોમવારે એટલે કે 6 સપ્ટેમ્બરે સાંજે 5 વાગ્યે યોજાશે.

સિદ્ધાર્થ શુક્લાની શોક સભામાં બીકે યોગિની દીદી દ્વારા મેડિટેશન સત્રનું આયોજન કરવામાં આવશે. દિવંગત અભિનેતાના આત્માને સિસ્ટર શિવાની અને બ્રહ્મ કુમારીઓ આશીર્વાદ આપશે. આ વિશે માહિતી આપતા કરણવીર બોહરાએ એક ખાસ પોસ્ટમાં લખ્યું, ‘ચાલો આપણે બધા આજે સાંજે 5 વાગ્યે આપણા મિત્ર સિદ્ધાર્થ શુક્લા માટે ખાસ પ્રાર્થના કરીએ. શોક સભામાં જોડાઈને તમારા આશીર્વાદ પહોચાડો. જેનું આયોજન તેની માતા રીટા અને તેની બહેનો નીતુ-પ્રીતિએ કર્યું છે. તેનું આયોજન બહેન શિવાની દીદી અને બ્રહ્મા કુમારી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આપણે બીજી તરફ મળીશું ભાઈ. સિદ્ધાર્થ શુક્લાના લાખો ચાહકોને પણ શોક સભામાં જોડાવાનો અને તેમના આત્મા માટે પ્રાર્થના કરવાની તક મળશે.

Advertisement

એક્ટર કરણવીર બોહરાએ આ જાણકારી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. એમણે સિદ્ધાર્થ માટે રાખેલ પ્રાર્થના સભાનું એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં પ્રાર્થના સભાનો ટાઈમ અને જોડાવવા માટે લિંકની પણ જાણકારી આપી છે. પ્રાર્થના સભામાં બ્રહ્માકુમારી યોગીની દીદીની હાજરીમાં મેડિટેશન કરાવવામાં આવશે.

બ્રહ્માકુમારી સમાજ સાથે જોડાયેલા છે સિદ્ધાર્થ

જણાવી દઈએ કે પરિવાર સાથે-સાથે સિદ્ધાર્થ શુક્લા પણ બ્રહ્માકુમારી સાથે જોડાયેલ હતા. એમનો અંતિમ સંસ્કાર પણ બ્રહ્માકુમારી સમાજ દ્વારા રીતિ-રિવાજોથી કરવામાં આવ્યો હતો.

Read Also

The post અલવિદા/ આજ સાંજે સિદ્ધાર્થ શુક્લાની પ્રાર્થના સભામાં તમે પણ જોડાઇ શકશો, દિવંગત અભિનેતાના પરિવારે કરી આ ખાસ વ્યવસ્થા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next